
યુટુબ માં જોવા માટે ઉપર વિડ્યો પર ક્લિક કરો
ટ્વિટરના અધિગ્રહણથી, તેના માલિક એલોન મસ્ક વિવાદાસ્પદ નિર્ણયોને લઈને સતત ચર્ચામાં છે. આ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પરથી પત્રકારોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો એક નવો મામલો સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મસ્કના નિર્ણયની નિંદા કરી છે. યુએન સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે જણાવ્યું હતું કે ટ્વિટર પરથી પત્રકારોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવું એ ખતરનાક દાખલો છે. યુએન સેક્રેટરી જનરલ આ મનસ્વી સસ્પેન્શનથી ખૂબ જ પરેશાન છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દાવો કરતા પ્લેટફોર્મ પર મીડિયાનો અવાજ બંધ ન કરવો જોઈએ. ટ્વિટરે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે દુનિયાભરના પત્રકારો સેન્સરશિપ, જીવનું જોખમ અને અન્ય ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે ટ્વિટરે વિશ્વની આ અગ્રણી સોશિયલ મીડિયા સાઇટ પરથી ઘણા પત્રકારોને સસ્પેન્ડ કરી દીધા હતા.
ચૂંટણીમાં નેપાળના બે મુખ્ય ડાબેરી નેતાઓના પક્ષોની હારથી નેપાળની સંસદ પર ચીનની પકડ ઢીલી થઈ જશે. નવા શાસક ગઠબંધનને ચૂંટણીમાં નેપાળના બે ભૂતપૂર્વ વડા પ્રધાનો (કેપી શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ પ્રચંડ) સમાવિષ્ટ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના નબળા પ્રદર્શનથી પણ રાહત મળશે. એક રિપોર્ટ અનુસાર, નેપાળમાં આ પરિવર્તન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે એક મોટો રાજદ્વારી આંચકો છે, કારણ કે કાઠમંડુમાં સત્તાના સમીકરણો હવે દેઉબાના નેતૃત્વ હેઠળના ગઠબંધન હેઠળ ચીનને બદલે ભારત તરફ નમશે. દેઉબાને અમેરિકાના વિશ્વાસુ પણ માનવામાં આવે છે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 18 ડિસેમ્બરે સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધ જહાજ 'મોરમુગાઓ' ભારતીય નૌકાદળને સમર્પિત કરશે. તેને નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે નેવીમાં સામેલ કરવામાં આવશે. આનાથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની પહોંચ વધશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે. રક્ષા મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી.આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના 'વોરશિપ ડિઝાઇન બ્યુરો' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેને મઝાગન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. INS મોર્મુગાઓનું નામ પશ્ચિમ કિનારે ગોવાના ઐતિહાસિક બંદર શહેર પરથી રાખવામાં આવ્યું છે. INM મોર્મુગાઓએ ગયા વર્ષે 19 ડિસેમ્બરે પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાની આઝાદીના 60 વર્ષ પૂરા થતાં પ્રથમ વખત સમુદ્રમાં પ્રવેશ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી (BJP) વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની 'અપમાનજનક' ટિપ્પણી સામે આજે (17 ડિસેમ્બર) દેશવ્યાપી વિરોધ કરશે. બીજેપીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળાનુ દહન કરશે અને તેમના શરમજનક નિવેદનની સખત નિંદા કરશે." ભાજપે પીએમ મોદી વિરુદ્ધ બિલાવલ ભુટ્ટોની ટિપ્પણીને અત્યંત અપમાનજનક અને કાયરતાથી ભરેલી ગણાવી છે. ભાજપે કહ્યું કે આ ટિપ્પણી પાકિસ્તાનની ઘટી રહેલી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતાથી વૈશ્વિક ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.
ટેફલાના ગ્લોબોઇલ ઈન્ડિયાએ 16 ડિસેમ્બરે ગોવામાં યોજાયેલા ફર્સ્ટ એગ્રી ઈન્ડિયા સ્ટાર્ટઅપ એસેમ્બલી એન્ડ એવોર્ડ્સ (AISAA) દરમિયાન કૃષિ જાગરણને તેના ‘કૃષિ ઉદ્યોગમાં સતત યોગદાન’ માટે સન્માનિત કર્યું. તેની સાથે જ યુકે સ્થિત APAC ઇનસાઇડર મેગેઝિને 2022 ના APAC બિઝનેસ એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરી છે જેમાં કૃષિ જાગરણને 'શ્રેષ્ઠ કૃષિ સમાચાર પ્લેટફોર્મ 2022' તરીકેનું સન્માન આપવામાં આવ્યું છે.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં ગુજરાત પ્રવાસે છે. રામનાથ કોવિંદ ૧૭ ડિસેમ્બરે સવારે ૧૦.૧૫ કલાકે એકતાનગર હેલીપેડ ખાતે હેલીકોપ્ટર દ્વારા આવી પહોંચશે અને ત્યાંથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમા પાસે ભાવવંદના કરશે. ત્યારબાદ બપોરે ૧૧.૪૫ કલાકે ગરૂડેશ્વરમાં મા નર્મદા ઘાટ ખાતે શ્રી વિવેકજી દ્વારા આયોજીત અમૃતસ્ય માં નર્મદા પદ પરિક્રમાના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ત્યાંથી એકતાનગર VVIP સરકીટ હાઉસ પહોંચશે અને બપોરે ૩.૩૦ કલાકે એકતાનગર હેલીપડે ખાતેથી ગાંધીનગર જવા રવાના થશે.
ગુજરાતના ખેતી નિયામકે જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે,રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, ડી.એ.પી. અને એન. પી.કે.નો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી ઋતુમાં વાવેતરમાં પણ વધારો થયેલ છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રવી/ઉનાળુ ઋતુ માટે યુરિયા 12.50 લાખ મે.ટન, ડી.એ.પી. 2.50 લાખ મે.ટન, એન.પી.કે. 2.85 લાખ મે.ટન તથા એમ.ઓ.પી. 60 હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે
શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવતું હોય છે. જેનો લાભ સામાન્ય લોકોને મળતો રહે છે. પરંતુ રાજકોટના ધોરાજીમાં ખેડૂતો આ જ ઢગલાબંધ શાકભાજી આવવાને કારણે અલગ મુશ્કેલીમાં મુકાયા છે. આ ચિંતા ઓછી હતી એવામાં અચાનક વાતાવરણે પલ્ટો માર્યો અને તેમની ફિકર ડબલ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. ટામેટા, કોબીજ, મરચાં અને રિંગણનો ઢગલો જોવા મળી રહ્યો છે.. જો કે ખેડૂતો અને વેપારીઓ માટે મુશ્કેલી એ છે કે યાર્ડમાં ટામેટાની દરરોજ 1500થી 2000 કિલોની આવક થઈ રહી છે, જેની સામે વેચાણ સાવ ઓછું છે. યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવકની સામે ભાવ તળિયે બેસી ગયા છે.શાકભાજીના ભાવોની વાત કરીએ તો ટામેટાના પ્રતિ કિલોના ત્રણથી સાત રૂપિયા, રીંગણના પ્રતિ કિલોના ત્રણથી ચાર રૂપિયા, ફ્લાવર કોબીજના પ્રતિ કિલોના બે રૂપિયા અને મરચાના પાંચથી સાત રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આટલા ઓછા ભાવ મળતાં ખેડૂતો અને વેપારીઓ બંનેની ફિકર વધી છે. તેમનું કહેવું છે કે શાકભાજીની અઢળક આવકની સામે જાવક ઘટી જતાં ટામેટા, રિંગણ, કોબી, ફ્લાવર સહિતના મોટાભાગના શિયાળુ શાકભાજીના ભાવ સાવ ગગડી ગયા છે. જે ચિંતાનો વિષય છે.
પર્યાવરણને બચાવવાનો બહુચરાજી મંદિર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. માતાજીને અર્પિત થયેલા ફુલોનો સદ્દઉપયોગ કરી આ ફુલોમાંથી જૈવિક ખાતર બનાવવામાં આવે છે. મા બહુચરાજીને અર્પણ થયેલા ફુલોમાંથી જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે. ભક્તોએ માતાજીને ચડાવેલા પવિત્ર ફુલોને કચરામાં જતા રોકી તેને ક્રશ કરી તેમાંથી જૈવિક ખાતર તૈયાર કરાય છે. ફુલોમાંથી તૈયાર થયેલુ આ જૈવિક ખાતર ખેતરોમાં પાક માટે ઘણુ ફાયદાકારક પણ છે. મંદિરમાં સાડી ભેટ કેન્દ્ર પરથી આ ખાતર મળી રહે છે. મંદિરે આવતા ભક્તો તેમના બગીચાના ફુલછોડના કુંડાઓમાં તેમજ ખેડૂતના ખેતર સુધી પહોંચશે. મહત્વપૂર્ણ છે કે આજે હજારો કિલો ફુલો બહુચરાજી માતાજીને ચડાવવામાં આવે છે. હવે તે ફુલોનું ખાતર ખેતરો સુધી પહોંચશે ખેતરમાં પાકરૂપી સોનુ ઉગશે
રાજકોટના ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પર સિંગતેલ લઈને જતુ ટેન્કર પલટી જતા રસ્તા પર તેલની રેલમછેલ જોવા મળી હતી. આસપાસના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. હાથમાં જે આવ્યુ તે વાસણ લઈને લોકો તેલ માટે દોટ લગાવી હતી. લોકો બરણી, કેરબા, ડોલ સહિતના વાસણો લઈને પહોંચી ગયા હતા અને તેલ ભરવા લાગ્યા હતા. તેલ ભરેલુ ટેન્કર રાજકોટથી ગોંડલ તરફ જઈ રહ્યુ હતુ તે સમયે ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા ભરૂડી ટોલનાકા પાસે કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમા ટેન્કર પલટી જતા રસ્તા પર તેલના જાણે ખાબોચિયા ભરાઈ ભરાઈ હતા. તેલ ભરેલુ ટેન્કર પલટી ગયાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેલ લેવા માટે હોડ મચાવી હતી.રાજકોટથી તેલ ભરીને આવતુ ટેન્કર બપોરના સમયે ગોંડલ નેશનલ હાઈવે નજીક પલટી ખાઈ ગયુ હતુ. જેમા ટેન્કર ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108 મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
વલસાડ તાલુકાના ધરાસણાનો મીઠાનો લઘુ ઉદ્યોગ મરણ પથારીએ છે, જે આઝાદી વખતથી મીઠાના સત્યાગ્રહના સમયથી પ્રખ્યાત છે, અહી બાપદાદાના સમયથી આ કામ કરતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. ૨૦૦૪ થી મીઠાની લીઝ રીન્યુ નથી થઇ, તેની સામે મીઠાના યોગ્ય ભાવ ન મળતા તેમની પરિસ્થિતિ કફોડી બની છે. તની સાથે જ તેમની પાસેથી અમુક પ્રકારની ટેક્સ જેવી ફી પણ વસુલવાની શરુ કરી દીધી છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ અગરિયાઓ હજી યોગ્ય વળતર માટે સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. જો સરકાર તરફથી યોગ્ય મદદ ન મળે તો આ ઐતિહાસિક ઉદ્યોગ નામશેષ થતા વાર નહી લાગે.
આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં TDP અને YSRCP કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીડીપી નેતાઓના ઘરો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ અથડામણને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ જ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. આ હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ વીડિયોમાં પોલીસ લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે. સેંકડોની ભીડ દેખાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક લોકો સ્કોર્પિયોમાં તોડફોડ કરે છે અને પછી તેને આગ લગાવી દે છે. આપને જણાવી દઈએ કે YSRCP આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી છે જ્યારે TDP પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી છે.
ટેફલાના ગ્લોબોઇલ ઈન્ડિયાએ 16 ડિસેમ્બરે ગોવામાં યોજાયેલા ફર્સ્ટ એગ્રી ઈન્ડિયા સ્ટાર્ટઅપ એસેમ્બલી એન્ડ એવોર્ડ્સ (AISAA) દરમિયાન કૃષિ જાગરણને તેના ‘કૃષિ ઉદ્યોગમાં સતત યોગદાન’ માટે સન્માનિત કર્યું. તેની સાથે જ યુકે સ્થિત APAC ઇનસાઇડર મેગેઝિને 2022 ના APAC બિઝનેસ એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરી છે જેમાં કૃષિ જાગરણને 'શ્રેષ્ઠ કૃષિ સમાચાર પ્લેટફોર્મ 2022' તરીકેનું સન્માન આપવામાં આવ્યું છે.
રાજ્યમાં ડિસેમ્બરમાં એક તરફ શિયાળાની ઠંડી જમાવટ કરી રહી છે. બીજી તરફ ભર શિયાળામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ઠંડીની સાથે વાદળછાયા વાતાવરણનો પણ અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન પણ હૂંફાળું વાતાવરણ અનુભવાય છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. જેના કારણે હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે, 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં માવઠું પડવાની શક્યતા છે. તો ભરૂચ, આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લીધે 2 દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે શકે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ જેટકો અને વીજ વહન કરતી કંપની સામે આંદોલન શરુ કર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગત ગામના ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. કંપની દ્વારા ખેડૂતો માટેના નિયમો નેવે મૂકીને યોગ્ય વળતર આપ્યા વિના કામ શરૂ કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઇ રહ્યુ છે. જેથી ખેડૂતોએ પોતાની સમસ્યા અંગે કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.દ્વારકામાં ફરી જેટકો કંપની સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જેટકો કંપની મનમાની કરતી હોવાના આક્ષેપ સાથે છેલ્લા ત્રણ દિવસથી કલ્યાણપુરના ભોગત ગામના ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. છતાં કોઇ ઉકેલ ન આવતા 300થી વધુ ખેડૂતોએ કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પાઠવ્યું હતું. કંપની નિયમ મુજબ અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માગ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, જેટકો કંપનીના કર્મચારીઓ મનમાની કરી પાકને નુકસાન કરે છે. સાથે જ ખેડૂતોનો આક્ષેપ છે કે, કંપની ખેડૂતોને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી રહી છે..અનેક ખેડૂતો સામે ખોટા કેસ પણ કર્યા છે. જો ટુંક સમયમાં તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : ગોવામાં ગ્લોબોઇલ અને સુગર સમિટમાં કૃષિ જાગરણે 'એગ્રી ઇન્ડિયા સ્ટાર્ટઅપ એસેમ્બલી અને એવોર્ડ્સ 2022' જીત્યા
Share your comments