Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે 15 ઓગસ્ટે ટ્રેક્ટર પરેડ કરીને ગાઝિપુર બોર્ડરે લહેરાવીશુ ત્રિરંગો

ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે 15 ઓગસ્ટના દિવસે ખેડુતો ટ્રેકટર પરેડ કરશે. મીડિયા સાથે વાતચીત કરતા ટિકૈતે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટે દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો એકઠા થશે અને ત્યાં તિરંગો લહેરાવશે.

Sukhadev Thakor
Sukhadev Thakor

ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે 15 ઓગસ્ટના દિવસે ખેડુતો ટ્રેકટર પરેડ કરશે. મીડિયા સાથે વાતચીત કરતા ટિકૈતે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટે દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો એકઠા થશે અને ત્યાં તિરંગો લહેરાવશે.

દિલ્હીની જેમ લખનૌની ગલીઓ પણ ખેડૂતોથી ભરાઈ જશે

છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોનના નેતા રાકેશ ટિકૈત ચર્ચામાં છે હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ધમકી આપી છે કે જેવી રીતે દિલ્હીની ગલીઓ ખેડૂતો દ્વારા ઘેરી લેવામાં આવી છે તેમ  લખનૌની ગલીઓને પણ ઘેરી લેવામાં આવશે. આ દરમિયાન યુનાઇટેડ કિસાન મોરચા (એસકેએમ) એ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરવા માટે 'મિશન યુપી' પણ શરૂ કર્યુ હતુ. તેમણે કહ્યું કે એસકેએમ 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં ભાજપ વિરુદ્ધ એક મોટી રેલી યોજીને આ મિશન શરૂ કરશે અને રાજ્યમાં મહાપંચાયતો અને રેલીઓ કરશે.

5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં યોજાશે મોટી પંચાયત

ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે, 'યુનાઇટેડ મોરચાએ ઉત્તરાખંડ, યુપી, પંજાબ અને દેશના અન્ય ભાગોમાં જઈને સરકારની નીતિઓ અને કામ અંગે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેનુ સમાધાન લાવવાનો પ્રાયર કરશે અને અંહીના સ્થાનિક ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. વધુમાં ટિકૈતે જણાવ્યુ હતુ કે 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગર (યુપી) માં એક મોટી પંચાયત યોજાશે જેની અરસ સમગ્ર ભારતમાં જોવા મળશે અને અમારો પ્રયાસ એ રહેશે કે આ પંચાયતમાં આખો દેશ આવરી લેવાય.

નોંધપાત્ર વાત એ છેકે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીના દેશભરના હજારો ખેડૂત ત્રણેય કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડુતોનો દાવો છે કે કૃષિ કાયદાઓ લાગુ થયા બાદ લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવશે અને નાના ખેડુતો મોટી નિગમોની દયામાં મુકાશે. કૃષિ કાયદા અંગે ખેડુતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 10 રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ પરિણામ મળ્યું નથી.

Share your comments

Subscribe Magazine

More on News

More