ઉત્તર-પશ્ચિમ અમેરિકા અને કેનેડામાં છેલ્લા 15 દિવસથી પડી રહેલી ગરમીના કારણે પ્રશાંત મહાસાગર અને આસપાસના સમુદ્રમાં 100 કરોડથી વધારે સમુદ્રી જીવો મરી ગયા છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે, વધારે તાપમાનને આ જીવો સહન કરી શકતા નથી. આ વિસ્તારોમાં એટલી ગરમી પડી હતી કે રસ્તાઓ પર તિરાડ આવી ગઈ હતી. ખુલ્લામાં રાખેલા ઈંડામાંથી ઓમલેટ જાતે જ બની જતી હતી.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સ પ્રમાણે સમુદ્રી જીવોના મૃત્યુના આંકડા
અમેરિકન સમાચારપત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સની ખબર પ્રમાણે છેલ્લા બે અઠવાડિયામાં પડેલી ભીષણ ગરમીના કારણે પશ્ચિમી અમેરિકા અને કેનેડાની આસપાસ હાજર સમુદ્રમાં 1 બિલિયન એટલે કે 100 કરોડથી વધારે સમુદ્રી જીવોના મોત થયા છે. સમુદ્ર કિનારા અને પથ્થરો પર મૃત અને સુકાયેલા સી સ્ટાર જોવા મળ્યા હતા. એટલું જ નહીં ગરમીના કારણે સાલમન નદીને તરવામાં મુશ્કેલી આવી રહી હતી.
હોલુવડ ફિલ્મ જેવો નજારો
યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલંબિયાના મરીન બાયોલોજીસ્ટ ક્રિસ્ટોફર હાર્લે કહે છે કે આ તે હોલુવડ ફિલ્મ જેવો નજારો હતો, જેમાં આફત આવવા પછીની સ્થિતિ બતાવવામાં આવે છે. આ મૃત જીવોની સંખ્યા નક્કી કરવા માટે ક્રિસ્ટોફર હાર્લેએ કહ્યું કે સમુદ્ર કિનારાનો સહારો લીધો. તેનાથી એક મોડલ બનાવ્યું. તેણે કહ્યું કે એક સમુદ્રના કિનારે કેટલા મરેલી સ્નેઈલ અને સી સ્ટાર દેખાયા તેનાથી અંદાજો લગાવી શકાય છે કે તેમના નિવાસ સ્થાન પર કેટલા અને આવા બીજા કેટલાં જીવ માર્યા ગયા છે.
કેટલીક સરકારી સંસ્થા ગરમ વિસ્તારોથી સમુદ્રી જીવોને લઈને ઠંડા પાણીમાં છોડવાનો પણ પ્રયાસ પણ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે ઈહાડો માછલી ફિશ એન્ડ ગેમ એજન્સી ગરમ નદીઓમાંથી સાલમન માછલીને પકડીને ઠંડી જગ્યાએ સ્થળાંતરિત કરી રહ્યા છે. કેલિફોર્નિયાના સેન્ટ્રલ વેલીમાં સ્થિત ચિનુક સાલમન માછલીઓ લાખોની સંખ્યામાં મરી ગઈ છે.
પશ્ચિમ અમેરિકામાં ભીષણ ગરમી, ગરમીનો પારો 49.5 ડિગ્રી સેં
નેશનલ ઓશિએનિક એન્ડ એટમોસફિયારિક એડમિનિસ્ટ્રેશનના બાયોલોજીસ્ટ જોનાથન એમ્બ્રોસે કહ્યું છે કે આશરે આ ગરમીમાં અમને સમુદ્રી જીવોની વચ્ચે 90 ટકા મૃત્યુદર જોવા મળ્યો છે. બની શકે છે કે આ તેનાથી વધારે હોય, પરંતુ આ વખતે ગરમીથી મરનારા સમુદ્રી જીવોની સંખ્યાએ હલાવીને મૂકી દીધા છે. 100 કરોડથી વધાર સમુદ્રી જીવોના મરવાનો મતલબ છે કે કોઈ મોટા વિસ્તારમાં આખી પરસ્થિતિનું તંત્ર બગડી જવું. હાલમાં વૈજ્ઞાનિકો ગરમીથી બચવાના ઉપયો શોધી રહ્યા છે. જૂન મહિનાના છેલ્લા બે અઠવાડિયામાં ઉત્તર પશ્ચિમ અમેરિકામાં ભીષણ ગરમી પડી હતી. ગરમીનો પારો 49.5 ડિગ્રી સેં. સુધી પહોંચી ગયો હતો.
ગરમીના કારણે શાળા, કોલેજો અને કોરોના ટેસ્ટ સેન્ટર બંધ
વર્લ્ડ મેટરિયોલોડીકલ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે તેને પ્રેશર કૂકર હીટવેવ કહેવામાં આવી રહ્યો હતો. આ ગરમીના કારણે સ્કૂલોને બંધ કરી દેવી પડી હતી. કોરોના તપાસ કેન્દ્રોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. પેસિફિક નોર્થવેસ્ટમાં દબાણને કારણે તાપમાનમાં વધારો થયો છે. જળવાયુ પરિવર્તનના કારણે સ્થિતિ વધારે બગડતી જઈ રહી છે. પ્રેશર કુકર હીટવેવ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તાપમાનમાં જે વધારો થયો છે, તે આસપાસના વિસ્તારથી બહાર નીકળી શકતી, જે હવે મોટા વિસ્તારોમાં સીમિત થઈ ગઈ છે, જેના કારણે તે પ્રેશર કુકર જેવું કામ કરે છે.
WMOની ચેતવણી
WMOએ કહ્યું હતું કે આ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય, ખેતી અને પર્યાવરણ પર ખરાબ અસર પડી રહી છે. WMOની કેનેડાની મોસમ વિજ્ઞાની આર્મેલ કેસ્ટેલેને કહ્યુ હતું કે આ અઠવાડિયે આ તાપમાન હજુ વધી શકે છે. તે સિવાય દુનિયાના કેટલાંક વિસ્તારોમાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કેસ્પિયન સાગરની આસપાસ આ દિવસમાં વધારે 40 અને રાતમાં 25 ડિગ્રી સે. સુધી જઈ શકે છે. કેનેડાના વેનકુવરમાં ગરમીના કારણે 130થી વધુ લોકોના મોત થયા હતા.1940 પછી આટલી વધારે ગરમી પડી છે.
Share your comments