ગાડીઓનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ થયો મોંઘો
1 જૂનથી ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલરનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ મોંઘો થવા જઈ રહ્યો છે. હવે તમારે થર્ડ પાર્ટી વીમા માટે વધારે પ્રીમિયમ આપવું પડશે. ટૂ વ્હીલરના કિસ્સામાં 150 ccથી 350 cc સુધીના વાહનો માટે 1,366 રૂપિયા પ્રીમિયમ તરીકે ચૂકવવા પડશે, જ્યારે 350 ccથી વધુના વાહનો માટે 2,804 રૂપિયા પ્રીમિયમ ચુકવવુ પડશે.
SBI હોમ લોનના વ્યાજમાં વધારો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ હોમ લોન એક્સટર્નલ બેંચમાર્ક લેંડિંગ રેટ (EBLR)ને 40 બેઝિસ પોઈન્ટ વધારીને 7.05% કરી દીધો છે, જ્યારે RLLR 6.65% પ્લસ ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ (CRP)હશે. વધતા વ્યાજ દર આજથી એટલે કે 1 જૂનથી લાગુ થઈ ગયા છે. તેનાથી હોમ લોનના વ્યાજ દરમાં વધારો થશે. પહેલા EBLR 6.65% હતો, જ્યારે રેપો-લિંક્ડ લેંડિંગ રેટ (RLLR)6.25% હતો.
ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો
સોનાના હોલમાર્કિંગનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. હવે જૂના 256 જિલ્લા સિવાય 32 નવા જિલ્લામાં પણ હોલમાર્કિંગ સેન્ટર્સ ખોલવામાં આવશે. હવે આ તમામ 288 જિલ્લામાં સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ ફરજિયાત બનશે. આ જિલ્લામાં હવે 14, 18, 20, 22, 23, અને 24 કેરેટના દાગીના જ વેચી શકાશે.
આ પણ વાંચો:ICICI પ્રુડેન્શિયલ: બોટમ-અપ સ્ટોક પીકીંગ ઇન્વેસ્ટમેન્ટ શું છે? આ રીતે રોકાણ કરો, તમને વધુ ફાયદો થશે
એક્સિસ બેંક સેવિંગ્સ અકાઉન્ટના નિયમોમાં ફેરફાર
એક્સિસ બેંકે સેવિંગ્સ અકાઉન્ટ પર લાગતા સર્વિસ ચાર્જને વધારવાનો નિર્ણય કર્યો છે. 1 જૂનથી સેવિંગ્સ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત સેમી અર્બન અને ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકોને એક્સિસ બેંકના તમામ પ્રકારના સેવિંગ એકાઉન્ટમાં 15,000ની જગ્યાએ ન્યૂનતમ 25,000 રૂપિયા રાખવા પડશે અથવા 1 લાખ રૂપિયાની ટર્મ ડિપોઝિટ રાખવાની રહેશે.
ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
LPG સિલિન્ડની નવી કિંમતો જાહેર થઈ ગઈ છે. બુધવારે 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર આજથી 135 રૂપિયા સસ્તો થઈ ગયો છે. નવી કિંમતો જાહેર થયા પછી દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 2,219 રૂપિયા, કોલકાતામાં 2,322 રૂપિયા, મુંબઈમાં 2,171.50 રૂપિયા અને ચેન્નઈમાં 2,373 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.
PMJJBY અને PMSBYનું પ્રીમિયમ વધ્યું
કેન્દ્ર સરકારે મંગળવારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)નું પ્રીમિયમ વધારી દીધું છે. કેન્દ્ર સરકારના અનુસાર, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયાથી વધી 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નવા પ્રીમિયમ દર 1 જૂન 2022થી લાગુ થઈ જશે.
આ પણ વાંચો:આજથી 4 જૂન સુધી ભારતના ઘણા રાજ્યોમાં પડશે ભારે વરસાદ, જાણો અહીં તમારા શહેરની સ્થિતિ
Share your comments