આ યોજનાનો હેતુ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે, જેથી તેઓને ખેતી દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. 31 મે 2022 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 11મો હપ્તો જાહેર કર્યો હતો. 10 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં લગભગ 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પૈસા મોકલ્યાને અત્યાર સુધીમાં 7 દિવસ થઈ ગયા છે, જો આટલા દિવસો પછી પણ 11માં હપ્તાના પૈસા તમારા બેંક ખાતામાં નથી આવ્યા, તો તમારે તેની પાછળનું કારણ જાણી લેવું જોઈએ અને પછી મદદ પણ લેવી જોઈએ. તો ચાલો તમને આ વિશે જણાવીએ.
11મા હપ્તામાં મળ્યા આટલા પૈસા
31 મે પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 10 હપ્તા જારી કરવામાં આવ્યા હતા. ત્યારે, 31 મેના રોજ, 11મા હપ્તાના પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 2 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:RBIએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
આવી સમસ્યાઓ હોઈ શકે છે.
- કદાચ બેંક એકાઉન્ટ નંબર સાચો ન હોય
- કદાચ ઓનલાઈન અરજી મંજૂરી માટે અટકી હોય
- ટ્રાન્જેક્શન ફેઈલ થઈ શકે છે
- આધાર સુધારણામાં સમસ્યા આવી શકે છે
- થઈ શકે કે તમે ફોર્મમાં લિંગ(Gender) સાચુ ન ભર્યું હોય
- OTP આધારિત e-KYC અથવા બાયોમેટ્રિક e-KYC વગેરે સંબંધિત કોઈ સમસ્યા હોય શકે.
તરત જ ભરો આ પગલાં
જો તમારી અરજીમાં કોઈ સમસ્યા હોય, તો તમે તેને તમારા ઘરમા બેસીને આરામથી ઠીક કરી શકો છો. આ માટે, તમારે PM કિસાનના સત્તાવાર પોર્ટલ https://pmkisan.gov.in/ પર જવું પડશે અને આગળની પ્રક્રિયાને અનુસરવી પડશે, ત્યાર બાદ તમારુ કામ થઈ જશે.
હેલ્પલાઇન પર મેળવી શકો છો મદદ
જો તમારા પૈસા ના આવ્યા હોય, તો તમે હેલ્પલાઈન નંબર 155261 પર કૉલ કરી શકો છો. આ સિવાય ટોલ ફ્રી નંબર 011-24300606 પરથી પણ મદદ લઈ શકાય છે, તેમજ તમે ઈ-મેલ આઈડી pmkisan-ict@gov.in પર ઈમેલ પણ લખી શકો છો.
આ પણ વાંચો:આયુષ સંસ્થાને NABL માન્યતા મળી
Share your comments