ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં ચોમાસું જોર પકડી રહ્યું છે. ત્યારે બીજી તરફ આજરોજ વહેલી સવારે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આશરે 4.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.
રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
લોકો ઘરની બહાર નીકળ્યાં
રાજકોટથી 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
ભુકંપની તીવ્રતા આશરે 4.8ની રિક્ટર સ્કેલ હતી
સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં આજે વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં રાજકોટ, જૂનાગઢ અને સુરેન્દ્રનગમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. વહેલી સવારે મીઠી નીંદર માણી રહેલા લોકોને ભૂકંપનો આંચકો અનુભવાતા બહાર દોડી આવ્યાં હતા.
આ ભૂંકપનો આંચકાની તીવ્રતા 4.8 હોવાનું અનુમાન છે. રાજકોટ શહેરથી 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યાં છે. જો કે ભૂકંપને લઇને હજી સુધી કોઇ જાનહાનિ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
અમરેલી, જામનગર, ચોટીલા, ગોંડલ સહિત વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
Share your comments