જાપાનમાં ઉગતી એક દ્રાક્ષ આજકાલ ખાલી ચર્ચામાં છે.આ દ્રાક્ષના એક દાણાની કિંમત 35000 રુપિયા છે. આ દ્રાક્ષ કોઈ પણ માર્કેટમાં વેચાતી નથી.જાપાનમાં આ દ્રાક્ષની હરાજી કરવાામાં આવે છે અને હરાજીમાં આ દ્રાક્ષના એક એક દાણાની કિંમતા 35000 રૂપિયા સુધી પહોંચી જાય છે
જ્યારે હરાજી શરૂ થાય અને ત્યાં હાજર જે લોકો હરાજીમાં જે સૌથી વધારે બોલી લગાવે છે તે આ દ્રાક્ષ ઘરે લઈ જાય છે. આમ તો ભારતમાં પણ અલગ અલગ પ્રકારની દ્રાક્ષ ઉગે છે. ભારતમાં જોકે દ્રાક્ષની સિઝન દરમિયાન મોટાભાગના લોકો તેને ખાઈ શકે તેટલી સસ્તી હોય છે પણ જાપાનની રુબી રોમન નામે ઓળખાતી દ્રાક્ષની પ્રજાતિની વાત અલગ છે.
આ દ્રાક્ષનો દરેક દાણો ટામેટાની સાઈઝનો હોય છે અને તેની મીઠાશ અલગ જ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે, જાપાનની એક કંપની સિવાય આ દ્રાક્ષને કોઈ ઉગાડતુ નથી. જોકે જ્યારે દ્રાક્ષ ઉગે છે ત્યારે તેને માર્કેટમાં નથી મોકલાતી પણ તેની હરાજી કરવામાં આવે છે. છેલ્લે જ્યારે તેની હરાજી થઈ ત્યારે આ દ્રાક્ષના 24 દાણા 8.17 લાખ રુપિયામાં વેચાયા હતા. આમ એક દાણાની કિંમત 35000 રુપિયા અંકાઈ હતી.
આ દ્રાક્ષ કિલોની જગ્યાએ તોલામાં પણ વેચાય છે. ભારતમાં જોકે દ્રાક્ષ તો નહીં પણ કેરીની એક પ્રજાતિની તાજેતરમાં ખાસી ચર્ચા થઈ હતી. કારણકે એક કેરીનુ વજન એક કીલો અને તેનો ભાવ અઢી લાખ રુપિયા બોલાયો હતો. કેરીની કાળજી રાખવા માટે બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા હતા.
Share your comments