સરકારના આ નિર્ણયથી સાડા ત્રણ લાખ ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતો હવે તેમના પાકને અન્ય રાજ્યોમાં પણ સરળતાથી વેચી શકશે. આ માટે, કૃષિ મંત્રાલયના 1,018 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)ને 37 કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ બહાર પાડવામાં આવી છે.
ખેડૂતોને એક જ પ્લેટફોર્મ પર મળશે તમામ સુવિધાઓ
તમને જણાવી દઈએ કે પીઓપી (pop) પ્લેટફોર્મ આવ્યા બાદ ખેડૂતોની ડીજીટલ માર્કેટ, ખરીદદારો, સર્વિસ પ્રોવાઈડર્સ સુધી પહોંચ વધશે. દરેક વસ્તુ એક પ્લેટફોર્મ પર હોવાને કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ પણ મળશે. આ સિવાય બિઝનેસમાં પારદર્શિતા આવશે. ટ્રેડિંગ, ક્વોલિટી ચેક, વેરહાઉસિંગ, ફિનટેક, માર્કેટ ઈન્ફોર્મેશન, ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધાઓ પૂરી પાડતા આ પ્લેટફોર્મ પર વિવિધ પ્લેટફોર્મના 41 સર્વિસ પ્રોવાઈડર્સને સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Free Electricity: હવે આ રાજ્યમાં મળશે મફત વીજળી, દર મહિને 1 રૂપિયામાં મળશે 1 કિલો ગ્રામ દાળ
આ સુવિધાઓનો લાભ લેવા માટે શું કરવg પડશે?
પીઓપી (pop) નો ઉપયોગ કરવા માટે ખેડુતોએ સૌથી પહેલા e-NAM એપને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવુ પડશે. અહીં તમને સંયુક્ત સેવા પ્રદાતાઓ, લોજિસ્ટિક્સ સેવા પ્રદાતાઓ, ગુણવત્તા ખાતરી સેવા પ્રદાતાઓ, સફાઈ, ગ્રેડિંગ, સૉર્ટિંગ અને પેકેજિંગ સેવા પ્રદાતાઓ, વેરહાઉસિંગ સુવિધા સેવા પ્રદાતાઓ, કૃષિ ઇનપુટ સેવા પ્રદાતા, ટેકનોલોજી સક્ષમ ફાઇનાન્સ અને વીમા સેવા પ્રદાતા, માહિતી પ્રસારણ પોર્ટલ (સલાહ સેવાઓ, પાકના અંદાજો, હવામાન અપડેટ્સ, ખેડૂતો માટે ક્ષમતા નિર્માણ વગેરે), અન્ય પ્લેટફોર્મ (ઇ-કોમર્સ, આંતરરાષ્ટ્રીય કૃષિ-વ્યવસાય પ્લેટફોર્મ, બાર્ટર, ધી. ખાનગી બજાર પ્લેટફોર્મ વગેરે) જેવા ઘણા પ્લેટફોર્મની સુવિધાઓ મળશે.
આ પણ વાંચો:શું કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર પછી મફત રાશનનું વિતરણ બંધ કરશે?
Share your comments