મધ્યપ્રદેશમાં મગનો પાક તૈયાર થઈને બજારમાં વેચાણ માટે આવી પણ ગયો છે, પરંતુ હજુ સુધી મગની સરકારી ખરીદી શરૂ થઈ નથી. જેના કારણે ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગ વેચવાની ફરજ પડી રહી છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી બજારમાં મગની ખરીદી શરૂ ન થવાને કારણે ખેડુતોમાં મંદીનો માહોલ સર્જાયો છે.
મગનું ભવિષ્ય મધ્યપ્રદેશ સકકારની ખરીદી પર નિર્ભર
ખેડૂતોનું કહેવું છે કે તેમને તેમની મુળકિંમત પણ યોગ્ય રીતે મળી નથી રહી, જેના કારણે તેઓને ઘણું નુકસાન ભોગવવુ પડી રહ્યું છે. બુધવારે મગનો ભાવ 6150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. હાલ તેનો ભાવ 100 રૂપિયાના ઘટાડા સાથે 6050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. આ અંગે વેપારીઓનું કહેવું છે કે હવે મગનું ભવિષ્ય મધ્યપ્રદેશ સકકારની ખરીદી પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો:PM કિસાન યોજના: માત્ર 4 દિવસ બાકી... બેંક ખાતામાં આવશે પૈસા, પણ આ લોકોને નહીં મળે!
સરકાર દ્વારા લેવામાં આવેલ પગલાં
મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે તેમણે મગની ખરીદીને લઈને કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. કેન્દ્ર સરકાર તરફથી જવાબ મળતાની સાથે જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા મગની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. નાફેડ દ્વારા ટેન્ડર વેચાણ અને ઉનાળુ મગના આગમનને ધ્યાનમાં રાખીને હાલમાં મગમાં કોઈ વેગ જોવા મળી રહ્યો નથી.
કઠોળની કિંમત
ચણા દાળનો ભાવ 5700-5800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. તો બીજી બાજુ મસૂર દાળ 8000-8100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહી છે. અડદ મોગર 9100-9300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. તુવેર દાળ 7800-7900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહી છે. આ તે દાળના ભાવ છે જે સામાન્ય રીતે રોજ આપણે આપણા ઘરમાં વાપરતા હોઈએ છીએ.
આ પણ વાંચો:પાક સંરક્ષણ માટે ખેડૂતો જલ્દી કરો આ કામ નહીંતર ભારે નુકશાન થશે, હવામાન વિભાગની ચેતવણી
Share your comments