Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Sukhadev Thakor
Sukhadev Thakor

રાજ્યાના હવામન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે આવનારા ચાર દિવસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે

રાજ્યમાં સારા વરસાદની આગાહી

રાજ્યાના હવામન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આવાનારા ચાર ગુજરાત માટે ખુબ જ આકરા છે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરત સહિત અનેક પંથકોમાં ભારે થી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

4 દિવસ વરસાદી માહોલની શક્યતા

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતા હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસી શકે છે.તદુપરાંત  અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મોટા શહેરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવતીકાલથી બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર જેને લઈ વરસાદીવાતાવરણ સર્જાયુ છે જેના કારણે અનેક વિસ્તારોમા સારો એવો વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યના અનેક જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે તદુપરાંત ગીર સોમનાથ, દ્વારકા સહિતના પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીના કારણે વલસાડના માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા

આ વર્ષમાં  ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં અત્યાર સુધી 13 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. જ્યારે તાપી જિલ્લામાં સરેરાશથી 73 ટકા જ્યારે ગાંધીનગરમાં 69 ટકા  તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. તો નવ જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે ફરી સારો વરસાદ પડવાની  આગાહી કરી છે. આવનારા 4 દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં સામન્ય વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

Share your comments

Subscribe Magazine

More on News

More