JDU નેતા નીતિશ કુમારે આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે જ આરજેડી નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ પદનો ચાર્જ સંભાળ્યો. શપથ લીધા બાદ તેજસ્વીએ નીતિશના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. બિહારના સીએમ પદના શપથ લીધા બાદ નીતિશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ વર્ષ 2020માં સીએમ બનવા માંગતા ન હતા. તમને જણાવી દઈએ કે નીતિશના ગઠબંધન તૂટવા પર બીજેપી સતત બોલી રહી છે કે પીએમ મોદીના કહેવા પર જેડીયુ ચૂંટણીમાં ત્રીજા નંબરની પાર્ટીમાં આવ્યા બાદ પણ નીતિશ કુમારને સીએમ બનાવવામાં આવ્યા હતા.
નીતિશ કુમારે આઠમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા
નીતીશ કુમારે બુધવારે રાજભવનમાં બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે અગાઉ પણ તેઓ બિહારના સીએમ હતા પરંતુ ગઈ વખત તેઓ એનડીએ ગઠબંધનમાં હતા. આ વખતે તેમણે મહાગઠબંધન સાથે બિહારમાં સરકાર બનાવી છે. નીતિશ કુમારે આઠમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા. નીતીશની કેબિનેટનું આગામી થોડા દિવસોમાં વિસ્તરણ કરવામાં આવશે. બુધવારે નીતિશની સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેમણે કાકા નીતિશના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
નીતીશ કુમારે સીએમ પદ સંભાળ્યા બાદ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા બે મહિનાથી ભાજપ સાથે સારુ નહતુ ચાલતુ. તેમણે મોટું નિવેદન આપ્યું હતું કે વર્ષ 2020માં તેઓ રાજ્યના સીએમ બનવા માંગતા ન હતા. તેમનું નિવેદન બીજેપી પરના પ્રહારની પ્રતિક્રિયા રૂપે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 2020માં JDU નંબર 3 પાર્ટી હતી પરંતુ PM મોદીના કહેવા પર નીતીશ કુમારને સીએમ બનાવવામાં આવ્યા હતા. નીતિશ કુમારે કહ્યું કે તેમને ક્યારેય સીએમ પદની લાલચ નહોતી.
નીતિશ કુમારે કહ્યું કે આ વખતે તેમનું મહાગઠબંધન બીજેપી કરતા સારું રહેશે. મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે વર્ષ 2014માં જે થયું તે 2024માં નહીં થાય.
આ પણ વાંચો:પ્રધાનમંત્રીએ રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુને વિદાય આપી
Share your comments