ત્રણ કૃષિ કાયદા પરત ખેંચો અને MSP અંગે કાયદો બનાવો સહિતની માગણીઓને લઇને દેશની રાજધાની દિલ્હીની ફરતી બોર્ડરોએ છેલ્લા 260 દિવસથી દેશભરના ખેડૂતો દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે હવે દેશભરમાં કેટલાક રાજ્યોના નાના નાના ગામડાંઓમાં પણ આંદોલનને લઇને જાગરૂકતા જોવા મળી રહી હોઇ, છૂટાછવાયા આંદોલનાત્મક દેખાવોનો દૌર શરૂ થયો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. ખાસ કરીને હરિયાણા અને પંજાબમાં આંદોલનની ખાસ્સી અસર જોવા મળી રહી છે.
છેલ્લા 24 કલાકમાં ખેડૂડો અને પોલીસ વચ્ચે માહોલ ગરમાયો
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી હરિયાણા રાજ્યમાં પ્રમાણમાં શાંત માહોલ હતો, પરંતુ 48 કલાક પહેલા FIR રદ કરવાની માગ સાથે ખેડૂતો અને પોલીસ વચ્ચે ફરી એક વખત તણાવ વધ્યો છે જોકે, પોલીસને વીસ દિવસનું અલ્ટીમેટમ અપાયા બાદ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન બંધ કર્યું હતું.
FRI પરત ખેંચવા ખેડૂતોની માંગ
ખેડૂત આંદોલનને લઇને હરિયાણામાં તંગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે પાનીપતમાં ખેડૂતોનો ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ પાનીપતમાં પોલીસ પ્રશાસન સામે વ્યાપક રોષ ઠાલવ્યો હતો, અને ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસો પરત ખેંચવાની માગણી કરી હતી.
પાનીપતમાં ખેડૂતોના સરઘસ કાઢી વિરોધ પ્રદર્શન
ખેડૂતોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ પોલીસ પાસે FRI રદ કરવાની માગણી કરી ત્યારે દસ દિવસનો સમય અપાયો હતો, દરમિયાન દસ દિવસ પુરા થઇ જવા છતાં મામલો ત્યાંને ત્યાં રહેતા ફરી વખત વિરોધ પ્રદર્શન કરાયું હતું. ખેડૂતો જ્યારે પોલીસ મથકનો ઘેરાવ કરવા પહોંચ્યા ત્યારે પોલીસે વચ્ચે બેરિગેડિંગ મૂકી દીધા, તો ખેડૂતોએ તે આડશો પણ તોડી નાખતા એક તબક્કે તંગદીલી છવાઇ ગઇ હતી. પાનીપતમાં ખેડૂતોએ સરઘસો કાઢીને દેખાવો કર્યા હતા આ સરઘસોમાં ખેડૂત મહિલાઓ પણ જોડાઈ હતી.
ખેડૂત નેતા સત્યવાન નરવાલ
સ્થાનિક ખેડૂત નેતા સત્યવાન નરવાલે જણાવ્યું હતું કે, ‘‘બન્યું એવું હતું કે, આજથી અંદાજે બે મહિના પહેલા અહીંની કોઇ ફેક્ટરીમાં બીજેપીના બે વિધાયકો આવવાના હતા, ઉદઘાટન માટે. અહીંના ખેડૂતોને ખબર પડી ગઇ. સંયુક્ત કિસાન મોર્ચાની કોલ છે કે, કાળા કાનૂન રદ ન થઇ જાય ત્યાં સુધી ગામમાં નહીં ઘુસવા દેવા! એ લોકોએ એલાન કર્યું અને સવારથી જ ખેડૂતો ત્યાં પહોંચી ગયા. ફેક્ટરીના માલિકે પોતે ફોન કરી દીધા તે એમએલએને કે, અહીં ન આવતા. અહીં વિવાદ થઇ જશે. પછી તો ન કોઇ એમએલએ આવ્યા, ન કોઇ પોલીસ ગઇ, ના કોઇ ગાલી ગલોચ થઇ, ના કોઇએ પોલીસમાં ફરિયાદ આપી ! પછી તો ખૂદ થાનાવાળા એટલે કે, પોલીસ જ ફરિયાદી બની ગઇ, પોતે જ જજ બની ગઇ અને પોતે જ ધરપકડ કરવા લાગી !
પાનીપતના ખેડૂત અગ્રણી જાખડને ગિરફતાર કરાય
પાનીપતના ખેડૂત અગ્રણી જાખડને એક તારીખે ગિરફ્તાર કરી લેવામાં આવ્યા, જે અંગે ખેડૂતો દ્વારા બીજી તારીખે પોલીસ સ્ટેશનને ઘેરાવ પણ કરાયો હતો. ગત તા.2જીએ પોલીસે એફઆઇઆર કેન્સલ કરવા માટે દસ દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તે દસ દિવસ પુરા થઇ ગયા બાદ પણ એફઆઇઆર રદ ન કરાતા આજે ફરી વિરોધાત્મક દેખાવોનો દૌર આરંભ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા, અમારી માગણી એવી છે કે, હવે આવો ખોટો વાયદો કરવામાં ન આવે, કેમ કે, પ્રશાસન અહીંની સરકારના દબાણમાં છે. આજે અમારી પાસે લેખિતમાં એપ્લિકેશન લીધી છે, અમારો વાંક એવો કઢાયો કે, અમે અગાઉ લેખિતમાં અરજી નથી આપી ! તો પોલીસે અગાઉ માગવી જોઇએ ને !’’
ખેડૂત નેતા સુધીર ઝાખડે
ખેડૂત નેતા સુધીર ઝાખડે જણાવ્યું હતું કે, ‘‘પ્રશાસન સાથે ખેડૂતોના પ્રતિનિધિ મંડળની વાત થઇ છે. 80 જેટલા ખેડૂતો પર જે ખોટા મુકદમા દર્જ કરાયા છે તે રદ કરવાની વાત થઇ છે. પ્રશાસનને વીસ દિવસનો સમય અપાયો છે, જો વીસ દિવસમાં ખોટી ફરિયાદો પરત નહીં ખેંચાય તો આંદોલન અમારા પાનીપતના ખેડૂતોનું આંદોલન ન રહી ને સમગ્ર હરિયાણાનું આંદલન બનશે
Share your comments