કપાસ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ દ્વારા આર.કે.વી.વાય. રફતાર પ્રોજેકટ આઝાદી ના ૭પ વર્ષની ઉજવણીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘’કપાસના રૂ ની સારી ગુણવતા માટેના પરિમાણો’’ વિષય પર નિદર્શન અને તાલીમ કાર્યક્રમ તા. ૧૦/૦૮/ર૦ર૧, મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો.
ખેડુતોને રૂ ની ગુણવત્તાનું મહત્વ સમજાવતા જણાવ્યુ
આ તાલીમ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉધ્ધાટક તરીકે કુલપતિ ડો. વી. પી. ચોવટીયા, જુ.કૃ.યુ., જૂનાગઢે સૌ ખેડુતોને રૂ ની ગુણવત્તાનું મહત્વ સમજાવતા જણાવ્યુ કે આવનારા દિવસોમાં કપાસનો ભાવ તેની ગુણવતા ઉપર જ નકકી થશે.
મુખ્ય મહેમાન
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મેયર જુનાગઢ મહાનગરપાલિકા ધીરૂભાઈ ગોહેલએ જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં મોટાપાયે કપાસનું વાવેતર થાય છે. કૃષિ યુનિવર્સીટી દવારા આવતી નવી ટેકનોલોજી અપનાવી આવક વધારી શકાય તેમ છે. તેમજ વિસ્તરણ શિક્ષાણ નિયામક ડો. એચ. એમ. ગાજીપરા અને સહ સંશોધાન નિયામક ડો. પ્રમોદકુમાર મોહનોત, અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાં હતા. ડો. જી. કે. કાતરીયા, સંશોધન વૈજ્ઞાનિક (કપાસ), કપાસ સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ., જૂનાગઢે સૌ મહેમાનોનું સ્વાગત કરી આ તાલીમ ખેડુતો માટે કઈ રીતે ઉપયોગી થશે તેના વિશે વાત કરી હતી.
પાસના રૂ ની ગુણવતા જાળવવા માટેના જુદા જુદા વિષયો ઉપર વ્યાખ્યાન
ડો. પ્રદિપકુમાર મધ્યાન, સીરકોટ મુંબઈ, તેમજ યુનિવર્સીટીના અધિકારીઓ અને જૂનાગઢ જિલ્લાના પ્રગતિશીલ ખેડુતોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં કપાસના રૂ ની ગુણવતા જાળવવા માટેના જુદા જુદા વિષયો ઉપર વ્યાખ્યાન તેમજ કોટન કવોલીટી ઈવોલ્યુશન લેબોરેટરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત
આ તાલીમ અને નિદર્શનને કારણે રપ ગામના ૬૦ પ્રગતીશીલ ખેડુત ભાઈઓ તેમજ આ કેન્દ્રના ૪૦ જેટલા તાંત્રિક અધિકારીઓ / કર્મચારીઓએ રસપૂર્વક આ તાલીમ લીધેલ હતી. જેનાથી કપાસના રૂ ની ગુણવતામાં સુધારો થશે અને બજારમાં સારા ભાવ મળશે.
Share your comments