સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત ૬૫૪૩ ખેડૂતોને રૂ. ૫૭૩ લાખની સાધન સહાયનો પ્રત્યક્ષ લાભ મળ્યો.કિસાન સમૃદ્ધિ યોજના અંતર્ગત ૧૮ સબ સ્ટેશનમાં ૪ હજાર કિ. મિ. નવી વીજલાઇન નાખી ૨૩૪૪૧ ખેડૂતોને પીયત માટે દિવસે મળતી વીજળી રૂ. ૧૬૩૫ કરોડની કડાણા સિંચાઇ યોજનાથી જિલ્લાના જળાશયોમાં પાણી ભરાતા જમીનના તળ ઉંચા આવ્યા, સિંચાઇ સુવિધામાં વૃદ્ધિ
પ્રથમ વાત
લીમખેડા તાલુકાના આંતરસુંબા ગામના ભૂરસિંગ કલાસવા દોઢ વર્ષ પહેલા તેમની ત્રણ વિઘા જમીનમાંથી વર્ષે દહાડે માત્ર રૂ. ૨૦ હજારની કિંમતની ઉપજ મેળવતા હતા. હવે તે એ જ જમીનમાંથી વર્ષે રૂ. બે લાખની ઉપજ મેળવે છે. કારણ ? મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજના ! તેમને આત્માના માધ્યમથી જીવામૃત બનાનાવાની તાલીમ તો મળી સાથે સાધન સહાય પણ અપાઇ. હવે તે આર્ગેનિક ખેતી કરતા આવક બમણી થઇ છે.
બીજી વાત
ગરબાડા તાલુકાના દાદુર ગામના વાસુદેવભાઇ દલસિંગભાઇ બારિયાએ પોતાની વાડીમાં નાનુ ગોદામ બનાવ્યું છે. પહેલા સ્થિતિ એવી હતી કે ખેતીમાંથી જણસીની લણણી થાય એટલે તુરંત ફરજિયતા વેંચવી પડતી હતી. પાક સંગ્રહ કરી શકાય એવી જગા ન હોવાના કારણે જે ભાવ મળે એ ભાવ કમને વેંચવી પડતી હતી. હવે, તેમને મુખ્યમંત્રીશ્રી પાકસંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મળતા રૂ. ૩૦ હજારના ખર્ચથી વાડીમાં ગોદામ બનાવ્યું અને પાક સંગ્રહ કરવાની સુવિધા મળતા સારો ભાવ મળે ત્યારે પાક વેંચી શકશે.
રાજ્યના ખેડૂતોની આવક બમણી કરી તેમનું સર્વાંગી કલ્યાણ કરવાના ઉદ્દાતભાવ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શરૂ કરેલી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના દાહોદ જિલ્લાના અનેક ખેડૂતોના ખુશીનું કારણ બની છે.
દાહોદ જિલ્લાની જ વાત કરીએ તો સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત ૬૫૪૩ ખેડૂતોને તેનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે. રાજ્ય સરકારે રૂ. ૫૭૩ લાખના ખર્ચથી દાહોદના આ ખેડૂતોને વિવિધ પ્રકારની સહાય કરી છે.
આ યોજનાનું બંધારણ એવા પ્રકારનું છે કે, જેમાં ખેડૂતોને ખૂબ જ જરૂરી હોય તેવી તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. જેમ કે, ખેડૂતો પાસે પાક સંગ્રહ કરવાની સુવિધા ના હોવાથી તેમને જણસી તુરંત વેંચવી પડતી હતી. પણ હવે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નાનું ગોદામ બનાવવા માટે રૂ. ૩૦ હજારની સહાય આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં ૨૫૩ ખેડૂતોને આવા નાના ગોદામ બનાવવા માટે રૂ. ૭૫.૯૦ લાખની સહાય આપવામાં આવી છે.
પાકી ગયેલા પાકને માર્કેટ યાર્ડ સુધી લઇ જવા માટે નાના માલવાહનની ખરીદી માટે સહાય પણ ઉક્ત યોજના હેઠળ આપવામાં આવે છે. જેમકે વજેલાવના એક ખેડૂત અર્જુનભાઇ ડાંગીએ છોટા હાથીની ખરીદી કરી. હવે તે પોતાના વાહનમાં પાક વેંચવા માટે યાર્ડ સુધી સરળતાથી જઇ શકે છે. આ ઉપરાંત ભાડે પણ વાહન ચલાવી શકે છે. કામનું કામ અને આવકની આવક !! જિલ્લામાં ૧૦૭ ખેડૂતોને રૂ. ૭૭.૭૫ લાખની સહાય આપવામાં આવી છે
રસાયણિક ખાતરોના ઉપયોગ વિના પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી થાય અને તેની સાથે પશુપાલનને પણ પ્રોત્સાહન મળે એ માટે પણ મુખ્યમંત્રી શ્રી રૂપાણીની સરકાર દ્વારા એક નવતર યોજના શરૂ કરાઇ છે. તેમાં ખેડૂતોને એક ગાયના નિભાવ માટે રૂ. ૯૦૦ની માસિક સહાય આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં હાલમાં આવા ૩૬૫૦ ખેડૂતો સહાય મેળવી રહ્યા છે. એમની સાથે ૩૪૫ ખેડૂતોને જીવામૃત બનાવવા માટે સાધન સહાય પૂરી પાડવામાં આવી છે. જિલ્લામાં ૨૧૮૮ લાભાર્થીઓને ગુજરાત સરકારના છાંયડા અંતર્ગત છત્રીઓ આપવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ખેડૂતોના કલ્યાણ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સૌથી મોટું યોગદાન હોય તો એ છે કે કડાણ ઉદ્દવહન સિંચાઇ યોજના અંદાજે રૂ. ૧૬૩૫ કરોડની આ યોજના થકી પ્રથમ તબક્કામાં ૫૪ જેટલા તળાવો, ડેમો ભરવાથી સિંચાઇલક્ષી સુવિધામાં વૃદ્ધિ નોંધાઇ છે.
ખેડૂતોની વાત આવે એટલે મુખ્યમંત્રી રૂપાણીની દાહોદ ઉપર અમીદ્રષ્ટી રહી છે. એટલે જ ગુજરાતમાં સૌ પ્રથમ દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો હતો. પાકોમાં પીયત કરવા માટે રાતે વીજળી મળતી હોવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે, તેમાંથી મુક્તિ મળી છે. જિલ્લામાં ૧૮ સબ સ્ટેશનમાં ૪ હજાર કિલોમિટર નવી વીજલાઇન નાખી ૨૩૪૪૧ ખેડૂતોને હાલમાં દિવસે વીજળી આપવામાં આવી રહી છે. એ પણ નજીવા દરે !
આ ઉપરાંત આ વર્ષે પણ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની સહાય કરવામાં આવી છે. ખેડૂતોને રૂ. ૧૯૫૭ની કિમતનું ૪૫ કિલો યુરિયા, ૫૦ કિલો ઓર્ગેનિક ખાતર અને ૪ કિલો મકાઇનું બિયારણ આપવામાં આવ્યું છે.
આમ, ઉક્ત બાબતો મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લાના ખેડૂતોના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Share your comments