Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

DA Hike: સરકારી કર્મચારીઓને ભેટ, મળશે 42% મોંઘવારી ભથ્થું! સરકાર આ દિવસે કરશે જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી સતત મોટી ભેટો મળી રહી છે. જ્યાં એક તરફ સરકાર કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે તો બીજી તરફ સરકાર ફરી એકવાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી સતત મોટી ભેટો મળી રહી છે. જ્યાં એક તરફ સરકાર કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે તો બીજી તરફ સરકાર ફરી એકવાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

DA Hike
DA Hike

આ માહિતી AICPI ઇન્ડેક્સના ડેટામાંથી મળી છે. કર્મચારીઓને 2023ની શરૂઆતમાં આ બમ્પર ભેટ મળી શકે છે.

સરકાર મોંઘવારી ભથ્થામાં કરશે 4% સુધીનો વધારો 

સરકારી કર્મચારીઓ માટે 42% DA: AICPI ઇન્ડેક્સના આંકડાઓમાં ફરી એકવાર જોરદાર તેજી જોવા મળી રહી છે. આ વખતે પણ સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. હાલની સ્થિતિને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીમાં પણ સરકાર ડીએમાં બમ્પર વધારો કરવા કરવા જઈ રહી છે.

જાન્યુઆરી 2023થી કર્મચારીઓને મળશે વધેલા ભથ્થાનો લાભ

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2023થી કર્મચારીઓને વધેલા ભથ્થાનો લાભ મળશે, પરંતુ સરકાર માર્ચ 2023 સુધીમાં તેની જાહેરાત કરી શકે છે. જો કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થાય છે, તો કેન્દ્રીય કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થઈ જશે.

લઘુત્તમ મૂળભૂત પગારની વાત કરીએ તો તેમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે. આ સિવાય જો મહત્તમ બેઝિક સેલરીની વાત કરીએ તો આ કર્મચારીઓનો પગાર 2276 રૂપિયા પ્રતિ માસ થશે.

 શ્રમ મંત્રાલયે AICPI ના આંકડા જાહેર કર્યા છે. સપ્ટેમ્બરમાં આ આંકડો 131.2 હતો. AICPI ઇન્ડેક્સ જૂનની સરખામણીમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં કુલ 2.1 ટકા વધ્યો છે. ગયા મહિને ઓગસ્ટની સરખામણીમાં 1.1 ટકાનો ઉછાળો આવ્યો છે.

લઘુત્તમ પગારના સ્તરે ગણતરી-

સરકારી કર્મચારીઓ માટે 42% DA:  કર્મચારીનો મૂળ પગાર - રૂ. 18,000

  • નવું મોંઘવારી ભથ્થું (42%) – રૂ 7560 પ્રતિ મહિને
  • અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (38 ટકા) – રૂ. 6840 પ્રતિ માસ
  • મોઘવારી ભથ્થું કેટલું વધ્યું – 7560-6840 – રૂ 720 પ્રતિ મહિને
  • વાર્ષિક પગારમાં વધારો – 720X12 = રૂ 8640

મહત્તમ પગારના સ્તરે ગણતરી-

સરકારી કર્મચારીઓ માટે 42% DA: કર્મચારીનો મૂળ પગાર - રૂ 56900

  • નવું મોંઘવારી ભથ્થું (42%) – રૂ 23898 પ્રતિ માસ
  • અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (38%) – રૂ. 21622 પ્રતિ માસ
  • મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું - 23898-21622 - 2276 રૂપિયા પ્રતિ મહિને
  • વાર્ષિક પગારમાં વધારો – 2276X12 – રૂ. 27312

આ પણ વાંચો:G-20 સમિટમાં ભાગ લેવા પીએમ ઇન્ડોનેશિયા રવાના, 15-16 નવેમ્બરના રોજ જી-20 સમિટ યોજાશે.

Share your comments

Subscribe Magazine

More on News

More