ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત પાલઘર પાસે થયો હતો. અકસ્માત બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મિસ્ત્રી ચાર વર્ષ સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. મળતી માહિતી મુજબ તે અમદાવાદથી મુંબઈ પરત જઈ રહ્યા હતા. પાલઘર પાસે એક પુલ પર મર્સિડીઝ કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો.
સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા
અહેવાલો અનુસાર, મિસ્ત્રીની સાથે તેમના ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં સાયરસ અને તેમના ડ્રાઈવરનું મોત થયું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. તેમના પિતા અને મોટા ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીનું આ વર્ષે 28 જૂને નિધન થયું હતું. સાયરસ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. કેટલાક વિવાદોને કારણે તેમને ચાર વર્ષમાં ચેરમેન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી રતન ટાટાએ પોતે વચગાળાના ચેરમેનનું પદ સંભાળ્યું. બાદમાં 2017માં આ પદ એન ચંદ્રશેકરનને આપવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડ્રાઇવિંગ સીટ પર એક મહિલા હતી. બાજુની સીટ પર મિસ્ત્રી બેઠા હતા. પાછળ વધુ બે લોકો બેઠા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો. આ અકસ્માત કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી.
મિસ્ત્રી પરિવારનો ટાટા સન્સમાં 18.4 ટકા હિસ્સો
મિસ્ત્રી પરિવાર ટાટા સન્સમાં 18.4 ટકા હિસ્સો ધરાવે છે. સાયરસ મિસ્ત્રી બીજા એવા ચેરમેન હતા જેઓ ટાટા ન હતા. તેમની એક બહેનના લગ્ન રતન ટાટાના ભાઈ નોએલ ટાટા સાથે થયા છે. તેમના પિતા પલોનજી મિસ્ત્રી મોટા ઉદ્યોગપતિ હતા પરંતુ જાહેર સ્થળોએ ભાગ્યે જ જોવા મળતા હતા. સાયરસ મિસ્ત્રીએ આ બિઝનેસ ફેમિલીને મોટી ઓળખ આપી.
આ પણ વાંચો:કિરણ હોસ્પિટલ - સુરત દ્વારા સમગ્ર દેશમાં જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિના મૂલ્યે સર્જરી.
Share your comments