આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 11, 12, 13 અને 14 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજ રોજ ગીર સોમનાથમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા અનેક આ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે. બિપોરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે. વાવાઝોડાના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : દેશમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે- ટૂંક સમયમાં કેરળમાં આવી પહોંચશે મોનસૂન
નવી દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમામ બંદરો પર ચક્રવાતના સંકેતો આપવામાં આવ્યા છે. 'સાયક્લોન સિગ્નલ' નો સામાન્ય અર્થ નજીક આવી રહેલા ચક્રવાતી તોફાન સાથે સંબંધિત સંકેત છે. આ ચક્રવાત સંકેતોને અગિયાર શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે જે 1 થી 11 સુધીના સિગ્નલ આપવામાં આવે છે.
બંદરો પર 'ચેતવણી સિગ્નલ'
ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપવા માટે, અમુક સિગ્નસ આપવામાં આવે છે, જેથી સમુદ્રમાં જહાજોને તરત જ એલર્ટ કરી શકાય. આ માટે, કેટલાક દેશોમાં ધ્વજ ફરકાવવામાં આવે છે, જ્યારે ભારતમાં દિવસ અને રાત માટે અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. દિવસના સંકેતોમાં સિલિન્ડરો અને શંકુ હોય છે જ્યારે રાત્રિના સંકેતોમાં લાલ અને સફેદ લેમ્પ હોય છે.
આ ઉપરાંત 15મી તારીખ અને ગુરૂવારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આપવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી , રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Share your comments