ઘરના રસોડાના બજેટને ધ્યાન માં રાખી ખેડૂતો જીરાની ખેતીમાં વધુ રસ લઈ રહ્યા છે. આ વખતે ગુજરાતમાં જીરૂનો વાવેતર વિસ્તાર વધીને 5 લાખ હેક્ટરનો વધારો થયો છે. સમગ્ર દેશમાં જીરાનો વાવેતર વિસ્તાર 10 લાખ હેક્ટરને વટાવી રાજય આગળ વધી ગયું છે. અનુમાન દ્વારા જાણી શકાય છે કે આગામી વર્ષે માં જીરાના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. સામાન્ય લોકોનું ખોરવાતું રસોડું બજેટ થોડા અંતરે સુધરશે.
ગુજરાત રાજય દેશમાં જીરુંનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આ વર્ષે જીરાના વાવેતરમાં 2.54 લાખ હેક્ટરનો વધારો થયો છે. પ્રથમવાર આવું બન્યું છે કે ગુજરાતમાં જીરુંનો વિસ્તાર પાંચ લાખ હેક્ટરના આંકડાની સપાટીએ પહોચી ગયો છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે આ વખતે ઘઉં પછી ખેડૂતોએ સૌથી વધુ વિસ્તારમાં જીરાનું વાવેતર કર્યું છે. ખેડૂતોની મહેનત અને આનંદનો કોઈ પાર નથી રહ્યો. ઈતિહાસ માં પ્રથમ વાર બન્યું છે કે અત્યાર સુધીમાં 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. દાવો કરી શકાય કે ઘઉં પછી જીરું ગુજરાત માટે આ સિઝનમાં બીજા નંબરના સૌથી વધુ પાક તરીકે ઉભરી આવ્યું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રેકોર્ડબ્રેક - ઉંચા બજાર ભાવને લીધે જીરુંના તરફ ખેડૂતોની પસંદગી કરવા માં આવી છે.
જીરાનો ભાવ આ પ્રમાણે સમજો, હોલસેલ અને ધંધાદારી, છુટક બજાર
મહેસાણા જિલ્લાના(APMC) ખાતે આ વર્ષે જીરાના મંડી ભાવ રૂ. 65,000 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા હતા, જે આ મસાલાના પાક માટે વિશ્વનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. વધુ ઉત્પાદનના કારણે છેલ્લા બે મહિનાથી જીરાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. જેની અસર સીધી છૂટક બજારમાં પણ જોવા મળે છે. તે એક સારી વાત કહી શકાય ગુરુવારે બજારમાં જીરાનો ભાવ 35 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
2.76 લાખ હેક્ટર જીરાની ઉત્પાદન અટકી ગયું હતું
તમારી જાણકારી માટે જણાવી દઈ એ કે પાછલા વર્ષ 2019-20માં ખેડૂતોએ 4.81 લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર કર્યું હતું. ત્યાર બાદ આવનારા વર્ષ 2020-21માં આ આંકડો ઘટીને 4.73 લાખ હેક્ટર થઈ ગયો હતો. દરમિયાન આવનારા એટલે કે ચાલુ વર્ષ 2022-23માં જીરુંનું ઉત્પાદન ઘટીને માત્ર 2.76 લાખ હેક્ટર થયો હતો. 2023ના ચાલુ વર્ષના અંતમાં રાજયમાં સૌથી વધુ જીરાનું ઉત્પાદન થયું છે.
Share your comments