કોરોના મહામારીના સમયગાળામાં ફક્ત કૃષિ ક્ષેત્ર જ એવું છે કે જેણે ભારતીય અર્થવ્યવસ્થાને સાંભળીને રાખી છે. તો વળી હવે એક્સપોર્ટમાં પણ કૃષિ ક્ષેત્રે એક નવો રેકોર્ડ કીર્તિમાન થયો છે.
અહેવાલો અનુસાર, 2020-21માં ભારતે ગયા વર્ષ કરતા વધુ પણ કૃષિ અને તેના સંબંધિત ઉત્પાદનોની નિકાસ કરી છે. ભારતીય વાણિજ્ય વિભાગના સચિવ ડો.અનૂપ વધાવને જણાવ્યું હતું કે, ભારતે કૃષિ નિકાસ ક્ષેત્રે ભારતે શાનદાર પ્રદર્શન કરતા 17.34 ટકા નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.
ભારતીય કેરીને વૈશ્વિક ફલકે પહોંચાડવા સરકારની કવાયત, આવો નિર્ણય લેવાયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017-18માં ભારતનો કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોનો વ્યવસાય 38.43 બિલિયન ડોલર , વર્ષ 2018-19માં 38.74 બિલિયન ડોલર અને વર્ષ 2019-20માં 35.16 બિલિયન ડોલર વધારો રહ્યો હતો. તેમાં ભારતે વર્ષ 2020-21માં 41.25 બિલિયન ડોલરનો વ્યાપાર કર્યો છે, પાછલાં વર્ષે ભારતે રૂપિયાની દ્રષ્ટિએ 2.49 લાખ રૂપિયાનો કારોબાર કર્યો હતો. જેમાં 22.62 ટકા વધારો થયો હતો અને આ વર્ષે2020-21માં 3.05 લાખ કરોડની નિકાસ કરવામાં આવી છે.
અનાજ સહિત અનેક ચીજોની ડિમાન્ડ વધી
ચાલુ વર્ષે બાસમતી ચોખા સિવાયના અન્ય ચોખાની નિકાસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષ કરતા ભારતે 136.04 ટકા વધુ ચોખાની નિકાસ કરી છે. જેનો કુલ ધંધો 9 4794.54 મિલિયન હતો. તે જ સમયે ઘઉંની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો હતો. ગયા વર્ષે 2019-20ની તુલનામાં આ વર્ષે 774.17 ટકાનો વધારો થયો છે. આ સિવાય મકાઈ, બાજરી અને અન્ય બરછટ અનાજની નિકાસમાં 238.28 ટકાનો વધારો થયો છે. ઓઇલ મિલમાં 90.28 ટકા, ખાંડમાં 41.88 ટકા, કાચી કપાસમાં 79.43 ટકા, તાજા શાકભાજીમાં 10.71 ટકાનો વધારો થયો છે. આ સિવાય ઇલાયચી, કાળા મરી, આદુ, દાળ ખાંડ, કેસર અને હળદરની નિકાસમાં પણ મોટો વધારો થયો છે. એ જ રીતે ઓર્ગેનિક ઉત્પાદનોમાં 50.90 ટકાના વધારા સાથે, 1040 મિલિયન ડોલરનો કુલ વ્યાપાર કરવામાં આવ્યો છે. આ વર્ષે મસાલામાં 4 બિલિયન ડોલરનો રેકોર્ડ બ્રેક વિક્રમ વેપાર થયો છે.
આ દેશોમાં વધી માંગ
ભારતની કૃષિ પેદાશોનો સૌથી વધુ જો ક્યાંય નિકાસ કરવામાં આવતો હોય તો તે અમેરિકા છે. જે પછી ચીન, યુએઈ, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, વિયેટનામ, ઈરાન, નેપાળ અને મલેશિયા જેવા દેશોમાંથી ભારતીય ઉત્પાદનોની માંગ વધુ છે. આ વર્ષે ઇન્ડોનેશિયામાં લગભગ સૌથી વધુ 102.42 ટકા નિકાસ વૃદ્ધિ થઈ છે.
આ કારણે થયો ઝડપી વધારો
આ વર્ષે ભારતે પ્રથમ વખત વિદેશમાં ચાંદૌલીથી કાળા ઘઉં અને વારાણસીથી તાજી શાકભાજીની નિકાસ કરી છે. કોરોના જેવો રોગચાળો હોવા છતાં ભારતે હવા અને દરિયાઇ માર્ગો દ્વારા તાજી બાગાયતી પેદાશો વિદેશ મોકલી છે. આ.સિવાય ભારતે બ્રાઝિલ સહિતના ઘણા દેશોમાં ચોખાની નિકાસ પણ કરી. ભૂટાન, યમન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ઘઉંની નિકાસ કરવામાં આવી છે. આ સિવાય બોલિવિયા, પોલેન્ડ અને સુદાન જેવા દેશોમાં પણ ભારતીય અનાજની માંગ વધી રહી છે. આને કારણે આ વર્ષે પણ બમણો વધારો થયો છે.
Share your comments