Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Big Decision : સરકારે ગાયને "રાજ્ય માતાનો" દરજ્જો આપવાનું સૂચન કરવાથી હિન્દુ સમાજના કેટલાક વર્ગોમાં આ પ્રક્રિયા માટે સમર્થન ઉભું થયું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર ચૂંટણી પહેલાં એક મહત્વનો નિર્ણય લાવી રહી છે, જેમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા પર વિચારણા થઈ છે. આ નિર્ણયને કારણે રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં ચર્ચાઓ જાગી છે. શિંદે સરકારે ગાયને "રાજ્ય માતાનો" દરજ્જો આપવાનું સૂચન કરવાથી હિન્દુ સમાજના કેટલાક વર્ગોમાં આ પ્રક્રિયા માટે સમર્થન ઉભું થયું છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ગાય માતાને રાજય માતાનો દરજો મળ્યો
ગાય માતાને રાજય માતાનો દરજો મળ્યો

ગાય હિન્દુ ધર્મમાં પવિત્ર પ્રાણી ગણાય છે અને તેના મહત્ત્વને લઈને ભારતના ઘણા રાજ્યોમાં ગૌરક્ષા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ ગૌહત્યાને લઈને કાયદા આ પહેલાંથી જ કડક છે, પરંતુ હવે શિંદે સરકાર તેને વધુ મજબૂત બનાવવા અને ગાયના મહત્વને વધુ ઉજાગર કરવા માટે આ પગલું ઉઠાવી રહી છે. આના કારણે ગાયને રાજકીય અને ધાર્મિક ઉદઘોષણાઓના કેન્દ્રસ્થાને લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા એકનાથ શિંદે સરકારે સોમવારે ઘણા મોટા નિર્ણયો લીધા. સરકારે પોતાના નિર્ણયોમાં બ્રાહ્મણો અને રાજપૂતોને પણ આકર્ષવાના તમામ પ્રયાસો કર્યા છે. સરકારે ઓબીસી બ્રાહ્મણો અને રાજપૂતો માટે મહામંડળ બનાવવાની જાહેરાત કરી છે. કેબિનેટમાં આ અંગેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરપંચ અને ડેપ્યુટી સરપંચને પણ મોટી ભેટ આપવામાં આવી છે. ખેડૂતોને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.

ખેતીના કામ માટે પણ ઉપયોગી ગાય માતા
ખેતીના કામ માટે પણ ઉપયોગી ગાય માતા

કેબિનેટે આવા ઘણા નિર્ણયો લીધા છે જે ચૂંટણીના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં ગ્રામ વિકાસ વિભાગ હેઠળની છ માંગણીઓ મંજૂર કરવામાં આવી છે. મુખ્યત્વે રાજ્યમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચનો પગાર બમણો કરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારે કહ્યું કે જે ગ્રામ પંચાયતોની વસ્તી 2000 સુધી છે, તે ગ્રામ પંચાયતના સરપંચનો પગાર 3000 રૂપિયાથી વધારીને 6000 રૂપિયા કરવામાં આવશે, જ્યારે ડેપ્યુટીનો પગાર 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવામાં આવશે.

આ પણ વાચો : શું તમે પણ પીવડાવો છો પશુઓને તેથી વધુ પાણ? દૂધ ઉત્પાદનમાં ઘટાડા માટે રહેજો તૈયાર

સરકારે સરપંચ અને ડેપ્યુટી સરપંચના પગારમાં વધારો કર્યો

જે ગ્રામ પંચાયતની વસ્તી 2000 થી 8000 ની વચ્ચે છે તેના સરપંચનો પગાર 4000 થી વધારીને 8000 રૂપિયા કરવામાં આવ્યો છે. ડેપ્યુટી સરપંચનો પગાર 1500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવામાં આવ્યો છે. જે ગ્રામ પંચાયતોની વસ્તી 8000 થી વધુ છે ત્યાં સરપંચનો પગાર રૂ.5000 થી વધારીને રૂ.10000 કરવામાં આવ્યો છે. જ્યારે ડેપ્યુટી સરપંચનો પગાર રૂ.2000 થી વધારીને રૂ.4000 કરવાનો નિર્ણય લેવાયો છે. આ પગાર વધારાથી રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ. 116 કરોડનો નાણાકીય બોજ પડશે.

ગ્રામ સેવક અને ગ્રામ વિકાસ અધિકારીની જગ્યા સમાન હશે.

 વધુ માં જાણીએ તો રાજ્ય કેબિનેટે ગ્રામ સેવક અને ગ્રામ વિકાસ અધિકારીની જગ્યાઓને એક પોસ્ટમાં બદલવાની પણ મંજૂરી આપી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ સેવક અને ગ્રામ વિકાસ અધિકારીની જગ્યા એક જ હોવી જોઈએ તેવી સતત માંગ ઉઠી હતી. જેથી કરીને બન્ને વચ્ચે કોઈ પણ જાતના મત-ભેદ ઉભાના થાય, આખરે આજે કેબિનેટે રાજ્યમાં કાર્યરત ગ્રામ સેવક અને ગ્રામ વિકાસ અધિકારીની એક જ પોસ્ટ પર નિમણૂક કરવાની મંજૂરી આપી છે. સાથે ૮ મોટા  નિર્ણય લેવા માં આવ્યા જે નીચે મુજબ છે, 

  1. ક્રિકેટર અજિંક્ય રહાણે ક્રિકેટ એકેડમી બનાવવા માટે સરકાર BKC વિસ્તારમાં જગ્યા આપશે.
  2. કરદાતાના હિતને ધ્યાનમાં રાખીને GSTમાં સુધારાની દરખાસ્ત.
  3. શિરુર અને સંભાજી નગર વચ્ચે 1500 કરોડ રૂપિયાનો હાઇવે બનાવવામાં આવશે.
  4. રાજ્ય સરકાર વિશેષ સિદ્ધિઓ મેળવનાર ખેલાડીઓની નિમણૂકમાં સુધારો કરશે.
  5. સરકારે રાજ્યની દૂધ સબસિડી યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
  6. સરકાર ગાયના દૂધ પર પ્રતિ લિટર 7 રૂપિયાની સબસિડી આપશે.
  7. રાજ્ય વાહનવ્યવહાર નિગમની બસોને બીઓટી ધોરણે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.
  8. બીકેસીમાં હાઈકોર્ટનું નવું બિલ્ડીંગ બનશે ત્યારે જુન્નરમાં વધારાની સેશન્સ કોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે.  

તેમજ ગ્રામ વિકાસ વિભાગે રાજ્યની ગ્રામ પંચાયતોને રૂ. 15 લાખ સુધીના વિકાસ કાર્યો ગ્રામ પંચાયત એજન્સી તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી 75 હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતી ગ્રામ પંચાયતો ગ્રામ પંચાયત એજન્સી તરીકે 10 લાખ રૂપિયા સુધીનું કામ કરાવી શકશે. જે ગ્રામ પંચાયતોની વાર્ષિક આવક રૂ. 75 હજારથી વધુ છે તે ગ્રામ પંચાયત એજન્સી તરીકે રૂ. 15 લાખ સુધીનું કામ આપી શકે છે. આ નિર્ણયનો અમલ કરતી વખતે 10 લાખથી વધુના કામો માટે ઈ-ટેન્ડરિંગ સિસ્ટમ અપનાવવી ફરજિયાત રહેશે.

વડીલોનું માનવું છે કે ઘરમાં એક ગાય અવશ્ય હોવી  જોઈએ
વડીલોનું માનવું છે કે ઘરમાં એક ગાય અવશ્ય હોવી જોઈએ

વડીલોનું માનવું છે કે ઘરમાં એક ગાય અવશ્ય હોવી જોઈએ

આ નિર્ણય સાથે મતદારોમાં શિંદે સરકારની લોકપ્રિયતા વધારવા તેમજ હિન્દુ સંસ્કૃતિને આગળ વધારવા માટેનો રાજકીય દાવ ખેલાતો દેખાય છે. ગાયના રક્ષણ માટે પહેલાના કાયદાઓ અને આ નિર્ણય વચ્ચે શું ફેર પડશે, તે જોવાનું રહેશે. આ નિર્ણય માત્ર ધાર્મિક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ ખેતી, પશુપાલન અને પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ બને તેવો છે.

પરંતુ, આ નિર્ણયના વિરોધમાં પણ અવાજો ઉઠી રહ્યા છે. કેટલાક વિરોધીઓનો દાવો છે કે આ નિર્ણય માત્ર રાજકીય ફાયદા માટે લેવામાં આવી રહ્યો છે અને તેમાંથી શિદ્ધ સમાજની સામાજિક તેમજ આર્થિક સમસ્યાઓ હલ કરવામાં મદદરૂપ નહીં થાય.

Share your comments

Subscribe Magazine

More on News

More