Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી, આરોપ-પ્રત્યારોપની રાજનીતિ

દેશમાં 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે દરેક પક્ષો ચૂંટણીમાં વિજય મેળવવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો રંગ જામ્યો છે

Himanee Chauhan
Himanee Chauhan
Sambit Patra
Sambit Patra

ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા અને અનેક દળો ચૂંટણી જીતવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી જીતવા માટે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત યથાવત રહેતો હોય છે.  

પાકિસ્તાનની પ્રશંસાથી રાજકારણ ગરમાયું

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કર્યા હતા. 24 જાન્યુઆરીએ લખનઉમાં યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં સંબિત પાત્રા હાજર રહ્યા હતા. દરમિયાન સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે એક તરફ આખો દેશ ઉત્તરપ્રદેશનો સ્થાપના દિવસ મનાવી રહ્યો છે, ત્યારે અખિલેશ યાદવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે પાકિસ્તાન ભારતનો દુશ્મન નથી. અખિલેશ યાદવની વાત શરમજનક છે.

જો કસાબને ફાંસી ન થઈ હોત તો તે સપાનો સ્ટાર પ્રચારક હોત - પાત્રા

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે નિવેદન આપ્યુ હતુ કે પાકિસ્તાન ભારતનો દુશ્મન નથી. અખિલેશ યાદવના આ નિવેદનને કારણે ઉત્તરપ્રદેશમાં રાજકારણ ગરમાયુ છે. અને ભારતીય જનતા પાર્ટીએ માંગ કરી છે કે અખિલેશ યાદવ તેમના નિવેદન બદલ માફી માંગે. અખિલેશ યાદવના નિવેદનને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ વગોડ્યુ હતુ. ઉપરાંત સંબિત પાત્રાએ કહ્યું કે જે જિન્નાને પ્રેમ કરે છે તે પાકિસ્તાન સાથેના પ્રેમનો ઈન્કાર કેવી રીતે કરી શકે છે. અખિલેશનુ આ નિવેદન શરમજનક છે. જો યાકુબ મેનનને ફાંસી ન થઈ હોત તો તે સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર હોત. અને જો કસાબને ફાંસી ન થઈ હોત તો તે પણ સમાજવાદી પાર્ટીનો સ્ટાર પ્રચારક હોત.અખિલેશ જિન્નાનુ નામ લઈને ચૂંટણીમાં ઉતર્યા હતા, હવે તેઓ પાકિસ્તાન સુધી પહોંચી ગયા. સંબિત પાત્રાએ કહ્યુ કે અખિલેશ યાદવે પોતાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ.

તમામ પક્ષોનો ડોર ટુ ડોર પ્રચાર

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેને લઈને દરેક પાર્ટી ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે. જેને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે બપોરે ગાઝિયાબાદના મોહન નગર વિસ્તારમાં ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો હતો. મોહન નગરમાં ક્રિષ્ના એન્જિનિયરિંગ કોલેજમાં આયોજિત ભારતીય જનતા પાર્ટીના અસરકારક મતદાર સંવાદ વિધાનસભા કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More