2 દિવસ પડશે કાતિલ ઠંડી
સમગ્ર ગુજરાતમાં ઠંડી વધી રહી છે, ત્યારે હવામાન વિભાગે પણ આગમી 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. આ આગાહી અનુસાર અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં 2 દિવસ કાતિલ કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ કોલ્ડ વેવમાં તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આગામી બે દિવસ ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સહિત કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. કોલ્ડ વેવને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
ગુજરાતમાં ઠંડી વધતા આગામી દિવસોમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. અને તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે.
2 દિવસ પડશે કાતિલ ઠંડી
સમગ્ર ગુજરાતમાં ઠંડી વધી રહી છે, ત્યારે હવામાન વિભાગે પણ આગમી 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. આ આગાહી અનુસાર અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં 2 દિવસ કાતિલ કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ કોલ્ડ વેવમાં તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આગામી બે દિવસ ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સહિત કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. કોલ્ડ વેવને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
પારો ગગડતા લોકો ઠૂંઠવાયા
શિયાળાની ઋતુ સમાપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડી વધતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલ્ડ વેવને કારણે કચ્છના નલિયામાં પારો સૌથી વધુ ગગડ્યો હતો, નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં 6.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. ડીસા અને પાટણનુ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદમાં 8 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ
ઠંડીએ લોકોને થીજવી નાખ્યા છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો વધી શકે છે તેવી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સિવાય 9 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે નોંધાયુ છે. અને હવામાન વિભાગે આગામી 2 દિવસ પણ કોલ્ડ વેવની આગાહી કરી છે, ગાંધીનગરમાં હવામાન વિભાગ દ્વારા આગામી 28 જાન્યુઆરી સુધી યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અને અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, પાટણ, મહેસાણા, સુરેનદ્રનગર, અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. તદુપરાંત કચ્છમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
કેટલાંક રાજ્યોમાં વરસાદ સાથે ઠંડી
અનેક રાજ્યોમાં ઠંડીએ કોહરામ મચાવી દીધો છે, આગામી 2થી 3 દિવસ રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશમાં શીતલહેર આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ સાથે બરફ પડી શકે છે.
આ પણ વાંચો : બજેટ 2022 : 1 ફેબ્રુઆરીએ ખેડૂતોને મળી શકે છે KCC સાથે જોડાયેલો ખાસ લાભ, ખેતી કરવું થશે વધુ સહેલું
આ પણ વાંચો : તમારાં પાક અને તેના મૂલ્યવર્ધક નિપજની જાળવણી કેવી રીતે કરશો ?
Share your comments