કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા હોવા છતા પણ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યના મોટા – મોટા શહેરોમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવે અને રાત્રી કરફ્યુના સમયમાં વધારો કરવામાં આવે
ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યનાં આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂને લંબાવવામાં આવ્યું છે. અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા, ગાંધીનગર,ભાવનગર,જામનગર,જુનાગઢમાં હજુ 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે.
નોંધનીય છે કે નાઈટ કર્ફ્યૂનાં સમયને લઈને પણ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, આઠ મોટા શહેરોમાં રાત્રિનાં 11થી સવારનાં છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. જો કોઈ પણ કોરોના ગાઈડલાઈનનું ઉલંઘન કરશે તો તેમની સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે
આમ મુખ્ય પ્રધાનના પદ પર બેસતાની સાથે જ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનો જલવો દેખાડવાનું શરુ કરી દીધુ છે.
Share your comments