શુક્રવારે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બાદ જે શ્રધ્ધાળુઓ સુરક્ષિત રીતે સોનમાર્ગમાં બાલટાલ બેઝ કેમ્પ પહોંચેલા તેમણે તેમના દર્દનાક અનુભવો વર્ણવ્યા. ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી દીપક ચૌહાણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ ઘટના બાદ ભાગાદોડી મચી ગઈ હતી. પરંતુ સેનાના જવાનોએ ઘણી મદદ કરી. પાણીના જોરદાર પ્રવાહને કારણે અનેક પંડાલો ધોવાઈ ગયા હતા.
પાણી સાથે મોટી સંખ્યામાં પત્થરો આવ્યા
મહારાષ્ટ્રના રહેવાસી સુમીતે જણાવ્યું હતું કે, "વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં મોટી સંખ્યામાં પથ્થરો આવ્યા હતા. અમે વાદળ ફાટવાના સ્થળથી બે કિલોમીટર દૂર હતા. અન્ય એક ભક્તે કહ્યું, "જ્યારે વાદળ ફાટ્યું ત્યારે અમને વિશ્વાસ ન થયો. થોડા સમય પછી, અમને માત્ર પાણી અને પાણી જ દેખાતુ હતુ. અમે સાત થી આઠ લોકોના સમુહમાં હતા, ભોલેનાથની કૃપાથી અમે બધા બચી ગયા. જો કે, અમે લોકોને અને માલસામાનને પાણીમાં તરતા જોયા. અમારી નજર સામે બધું વહી રહ્યું હતું."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "વાદળ ફાટ્યાની 10 મિનિટમાં જ આઠ લોકોના મોત થયા હતા. પાણીમાં મોટી સંખ્યામાં પત્થરો હતા. લગભગ 15,000 શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવ્યા હતા. ભારે વરસાદ હોવા છતાં, યાત્રાળુઓ આવતા જ રહ્યા." અહીં, શનિવારે એટલે કે આજે વહેલી સવારે, ITBPની ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ગુફાની નજીક ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા.
આ પણ વાંચો:જાપાન અને વિશ્વએ એક મહાન સ્વપ્નદૃષ્ટા ગુમાવ્યા છે. અને, મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે:પીએમ મોદી
નોંધપાત્ર છે, કે દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાની નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરને કારણે ઘણા લોકો ધોવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ વાતની પુષ્ટિ કરતા એક અધિકારીએ જણાવ્યું કે લગભગ 40 લોકો ગુમ છે અને પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આજે સવારે તમામ મૃતદેહોને બાલટાલ મોકલવામાં આવ્યા છે.
ITBPની ટીમો અમરનાથ ગુફા પાસે ગુમ થયેલા લોકોને શોધી રહી છે
BSF MI 17 હેલિકોપ્ટરને વધુ સારવાર અથવા મૃતદેહોને તેમના ઘરે લઈ જવા માટે નીલગઢ હેલિપેડ/બાલટાલથી BSF કેમ્પ શ્રીનગર સુધી કામમાં લગાવી દેવામાં આવ્યા હતા. હજુ પણ ITBPની ટીમો અમરનાથ ગુફા પાસે ગુમ થયેલા લોકોને શોધી રહી છે. સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચો:તાજમહેલ પ્રેમીઓ બકરી ઈદ પર કરી શકશે મફતમાં પ્રવેશ, જાણો સંપૂર્ણ સમાચાર
Share your comments