દિવસે ને દિવસે ખેડૂતોમાં નવા કૃષિ બીલને લઈને રોષ વધતો જઈ રહ્યો છે. શનિવારે હરિયાણાના યમુનાનગરમાં ભાજપ દ્વારા સૂચિત બેઠકના વિરોધમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. હરિયાણાના પરિવહન મંત્રી મૂળચંદ શર્મા આ બેઠકમાં હાજર રહેવાના હતા, પરંતુ તે પહેલા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે બીજેપીની આ બેઠકમાં મંત્રી મૂળચંદ શર્મા, કંવર પાલ ગુર્જર અને પાર્ટી નેતા રતનલાલ કટારિયા સહિતના તમામ નેતાઓ આવવાના હતા. પરંતુ ભાજપના નેતાઓને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા ખેડુતોએ ટ્રેકટરથી બેરીકેટ તોડી નાખ્યા હતા. ઘણા ખેડુતો બેરીકેડ ઉપર ચઢી ગયા હતા અને પોલીસ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. આમ ખેડૂતો અને પોલીસ વચ્ચે મામલો ગરમાયો હતો.
ખેડૂતોમાં ભારે રોષ હોવાથી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં તાત્કાલીક ધોરણે બંધોબસ વધારી દેવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલા ખેડૂતોને શાત પાડવામાં આવ્યા હતા. આ સમયે ખેડૂતો અને પોલીસ દળ બંને પક્ષ આમને-સામને આવી ગયા હતા. ઘર્ષણ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ દળને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ભારે મથામણ બાદ પોલીસકર્મીઓએ ટ્રેક્ટર અને ખેડુતોને આગળ જતા રોક્યા હતા જેના કારણે ખેડૂતો અને પોલીસ વચ્ચે ધક્કા મુક્કી થયાના દ્રશ્યો સર્જાયા હતા. બિલાસપુરના ડીએસપી આશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે, જે લોકો ટ્રેક્ટર વડે પોલીસ બેરીકેડિંગ તોડશે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે અને ખેડૂતોને આગળ વધતા અટકાવી દીધા છે.
ખેડૂત નેતા રાકેશ ટીકૈતે મિડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, જો ભારત સરકાર વાત કરવાની ઇચ્છા રાખે તો અમે તૈયાર છીએ. 22 મીથી દિલ્હી જવાનો અમારો કાર્યક્રમ હશે. 22 જુલાઇથી સંસદનું સત્ર શરૂ થશે. 22 મી જુલાઈથી, અમારા 200 લોકો સંસદ પાસે ધરણા માટે જશે. ટિકૈતે કહ્યું કે મેં એવુ કહ્યું નથી કે હું કૃષિ કાયદા અંગે યુએન માં જઈશ. અમે કહ્યું હતું કે 26 જાન્યુઆરીની ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો અહીંની એજન્સી તપાસ કરી રહી નથી, તો શું આપણે અમે યુ.એન.માં જઈએ?
Share your comments