Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે

આ કનેક્ટિવિટી વેપાર અને વાણિજ્યને વેગ આપશે અને યુકેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરશે

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું
નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ અને ગેટવિક વચ્ચેની નોન-સ્ટોપ ફ્લાઈટ આજથી શરૂ થઈ રહેલી એર ઈન્ડિયા દ્વારા નીચેના શેડ્યૂલ મુજબ ચલાવવામાં આવશે:

ફ્લાઈટ નં.

થી

સુધી

ફ્રિકવન્સી

ડિપાર્ચર ટાઈમ (LT)

અરાઈવલ ટાઈમ (LT)

AI171

AMD

LGW

સપ્તાહમાં 3 વખત

1150

1640

AI172

LGW

AMD

સપ્તાહમાં 3 વખત

2000

0850+1

તેમના સંબોધનમાં શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું હતું કે આ નવી એર કનેક્ટિવિટી વેપાર અને વાણિજ્ય માટે નવી તકો લાવશે અને યુકેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરશે.

અમદાવાદમાં કનેક્ટિવિટી પર બોલતા મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટઅમદાવાદમાં હાલમાં 50 લાખ સ્થાનિક અને 25 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા છે. અમદાવાદની પેસેન્જર ક્ષમતા વધારીને 1.60 કરોડ સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.

2013-14માં અમદાવાદ માત્ર 20 સ્થળો સાથે જોડાયેલું હતું અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 9 વર્ષમાં કનેક્ટિવિટી વધીને 57 સ્થળોએ પહોંચી છેએમ તેમણે ઉમેર્યું હતું. છેલ્લા 9 વર્ષોમાંઅમદાવાદથી સાપ્તાહિક એર ટ્રાફિક મુવમેન્ટ પ્રતિ અઠવાડિયે 980 થી વધીને 2036 પ્રતિ અઠવાડિયે, 128%નો વધારો થયો છે.

ગુજરાતમાં નાગરિક ઉડ્ડયનના વિકાસ અંગે શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. કંડલામાં નવું ટર્મિનલસુરતમાં રૂ. 250 કરોડના ખર્ચે એક નવું સંકલિત ટર્મિનલ બિલ્ડીંગ અને વડોદરામાં નવું એટીસી ટાવર કમ ટેકનિકલ બિલ્ડીંગ વિકસાવવામાં આવ્યું છે. હાલમાંગુજરાતમાં 10 એરપોર્ટ છેઅને ધોલેરામાં રૂ. 1305 કરોડના ખર્ચે અને હિરાસર રાજકોટમાં રૂ. 1405 કરોડના ખર્ચે બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ સાથે આ સંખ્યા વધીને 12 થશે.

ગુજરાતમાંગુજરાતના એરપોર્ટ પરથી કાર્યરત ફ્લાઈટ્સની સંખ્યા 2013-14માં 1175થી વધીને 2500થી વધુ થઈ ગઈ છે. RCS UDAN યોજના હેઠળગુજરાતને 83 રૂટ આપવામાં આવ્યા છે અને તેમાંથી 55 પહેલાથી જ કાર્યરત થઈ ગયા છે અને બાકીના ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે.

આ પણ વાંચો: ઝીરો વેસ્ટના આંતરરાષ્ટ્રીય દિવસ પર કચરામુક્ત મુક્ત શહેરો માટે રેલી

Share your comments

Subscribe Magazine

More on News

More