ખેડૂત આલમમાં ભાજપની ભગીની સંસ્થા તરીકેની છાપ ધરાવતા ભારતીય કિસાન સંઘના ઉચ્ચ કક્ષાના હોદ્દેારો રાજ્યના નવનિયૂક્ત મંત્રીગણને મળીને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. આ બાબતે ખેડૂતોમાં એવો ગણગણાટ જોવા મળતો હતો કે, કિસાન સંઘના હોદ્દેારો ભલે મુખ્યમંત્રી કે, કૃષિમંત્રીને રૂબરૂ મળી ફૂલડે વધાવી શુભેચ્છાઓ પાઠવે, સરકારના મંત્રીઓ સાથે બેઠકો કરે, ચર્ચાઓ કરે, દિલ્હીના રાષ્ટ્રવ્યાપી આંદોલનને ટેકો ભલે જાહેર ન કરે, પરંતુ અમે તો એટલું જ ઇચ્છીએ છીએ કે, અમારા પ્રશ્નો જળમૂળમાંથી ઉકેલવામાં આવે, અમારા માટે આટલું જ સૌથી વધુ જરૂરી છે.
ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલે જાહેર કરેલી વિગતોમાં જણાવાયું હતું કે, ગુજરાતના નવનિયૂક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, મહેસુલમંત્રી રાજેન્દ્રભાઇ ત્રીવેદી, નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ સહિતના મંત્રીઓનેની ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી, તેઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય સદસ્ય મગનભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઇ દુધાત્રા, પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલ તથા પ્રદેશ સદસ્ય ભીખાભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.
ખેડૂતો કહે છે કે, તમે મુખ્યમંત્રી – કૃષિમંત્રીને રૂબરૂ મળી ફૂલડે વધાવી શુભેચ્છાઓ પાઠવો, સરકારના મંત્રીઓ સાથે બેઠકો કરો, ચર્ચાઓ કરો, દિલ્હીના રાષ્ટ્રવ્યાપી આંદોલનને ટેકો ભલે જાહેર ન કરો, પરંતુ અમારા માટે તો ખેડૂતોના પ્રશ્નો જળમૂળમાંથી ઉકેલાય માત્રને માત્ર તે જ વધુ જરૂરી છે.
Share your comments