
નવી દિલ્હી: 500 RSની નોટમાં ફેરફાર મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન નોટબંધીએ ભલભલા લોકોને બેંકની સામે લાઈનમાં ઉભા કરી દીધા હતા. ત્યારપછી સોશિયલ મીડિયા પર એવા ઘણા અહેવાલો આવી રહ્યા છે કે RBI ફરી એકવાર નોટોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.
પરંતુ આરબીઆઈએ સમય-સમય પર આ વાતને નકારી કાઢી છે. આ દરમિયાન ફરી એકવાર એવા સમાચાર આવી રહ્યા છે કે RBI ટૂંક સમયમાં 500 રૂપિયાની નોટોમાં મોટા ફેરફાર કરી શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શું 500 રૂપિયાની જૂની નોટો બંધ થઈ જશે? શું ફરીથી નોટબંધી થશે?
500 રૂપિયાની નોટમાં ફેરફાર હકીકતમાં, બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં જ એક કેસની સુનાવણી દરમિયાન આરબીઆઈને સૂચન કર્યું હતું કે દેશમાં પ્રચલિત નોટો અને સિક્કાઓને બદલીને તે એવી રીતે કરવામાં આવે કે દૃષ્ટિહીન લોકો પણ તેને ઓળખી શકે. આ સંદર્ભમાં, એવું માની શકાય છે કે આરબીઆઈ ટૂંક સમયમાં નોટો બદલી શકે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ RBI નોટોને ટચ કરીને ઓળખવા અંગે ઘણા ફેરફારો કરી ચૂકી છે. નિષ્ણાતના સૂચન બાદ દૃષ્ટિહીન લોકો માટે રૂપિયા કે સિક્કામાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ સિવાય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં મની એપને પણ અપડેટ કરી છે. હવે તમે તેમાં 11 ભાષાઓનો સપોર્ટ મેળવી શકો છો. અગાઉ તેમાં માત્ર હિન્દી અને અંગ્રેજી જ ઉપલબ્ધ હતું. હવે આ એપ ઉર્દુ, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં ઉપલબ્ધ થશે. તેમજ આ એપ સંપૂર્ણપણે ફ્રી હશે.
Share your comments