ઘણા દેશો હવે સૂર્ય પ્રકાશથી ઉર્જા પેદા કરવા તરફ વળ્યા છે સૂર્ય પ્રકાશ દ્વારા મળતી ઉર્જા એ સપૂંરણ રીતે ઈકો ફ્રેન્ડલી છે જેમાં કોઈ પણ પ્રકારનું પોલ્યુસન ફેલાતુ નથી તેના કારણે હવે દુનિયાના ઘણા બધા દેશો આ ઉર્જા પેદા કરવા તરફ વળ્યા છે. આ સોલર ઉર્જા પેદા કરવા માટે કરોડો રૂપિયા ખર્ચીને પ્લાન્ટ ઉભા કરી રહી છે એવામાં ભારતમાં પણ હવે ઘણી જગ્યાએ સરકાર કરોડોનો ખર્ચ કરીને સોલર પ્લાન્ટ સ્થાપી રહી છે અને સોલર ઉર્જા પેદા કરવા તરફ વળી છે. ભારત સરકારે વધુ એક પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે.
કચ્છના ખાવડાના રણમાં સોલાર પ્લાન્ચને કેદ્રની મળી મંજૂરી
કુદરતી ઉર્જાનો એનટીપીસીની 100 ટકા સહાયક કંપની એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડને કચ્છના ખાવડાના રણમાં 4750 મેગાવોટના નવીકરણીય ઊર્જા પાર્ક સ્થાપિત કરવા માટે નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલય એટલે કે MNRI દ્વારા મંજૂરી મળી ગઈ છે.
ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક હશે
આ ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક હશે જેનું નિર્માણ દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની કરશે. મંત્રાલયે એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડને આ મંજૂરી 12મી જુલાઈએ સોલાર પાર્ક યોજનાના મોડ-8 (અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક) હેઠળ આપી હતી. એનટીપીસી આરઈએલની આ પાર્કથી વ્યાવસાયિક સ્તરે હરિત હાઈડ્રોજન ઉત્પન્ન કરવાની યોજના છે.
હરિત ઊર્જા પોર્ટફોલિયો
હરિત ઊર્જા પોર્ટફોલિયો સંવર્ધનના એક હિસ્સાના રૂપમાં દેશની સૌથી મોટી ઊર્જા એકીકૃત કંપની એનટીપીસીનું લક્ષ્ય 2032 સુધીમાં 60 ગીગાવોટ પુન:પ્રાપ્ત ઊર્જા ક્ષમતાનું નિર્માણ કરવાનું છે. હાલમાં રાજ્યનું સ્વામીત્વ ધરાવતી મુખ્ય વિદ્યુત કંપનીની 70 વિદ્યુત પરિયોજનાઓમાં 66 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા છે. આ ઉપરાંત 18 ગીગાવોટ નિર્માણાધીન છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ એનટીપીસીએ આંધ્રપ્રદેશના સિમ્હાદ્રી તાપ વિદ્યુત સંયત્રના જળાશય પર દેશનો સૌથી મોટો 10 મેગાવોટ (એસી)નો તરતો સોલાર પ્રોજેકટ પણ ચાલુ કર્યો છે.'
Share your comments