પીએમ કિસાન ફસલ વીમા યોજનાનો લાભ લેનાર લાભાર્થી સાવધાન રહેજો. એક ખોટી જાણકારી આપવી પણ તમને આ યોજનાના લાભથી વંચિત કરી શકે છે. ખરેખર કેન્દ્ર સરકારે નયા નિયમો પ્રમાણે હવે પ્રત્યેક વર્ષ પીએમ કિસાન વીમા યોજનાની મોનિટરિંગ કરવામાં આવશે. જે હેઠળ ટીમ બધા લાભાર્થીઓનુ સર્વેક્ષણ કરશે. પીએમ સમ્માન નિધિ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, પ્રત્યેક વર્ષ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી ટીમ લાભાર્થીઓનુ વેરિફિકેશન કરવાનુ કામ કરશે. આ દરમિયાન ટીમ લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલ માહિતીનુ વેરિફિકેશન કરશે. વેરિફિકેશનમાં ખોટૂ સૂચના મળી આવવા પર આ યોજનાથી વંચિત કરી દેવામાં આવશે.
એક વર્ષ માટે વેલિડ લિસ્ટ
વેબસાઈટ પ્રમાણે પીએમ કિસાન નિધિ યોજનામાં સામેલ લાભાર્થીઓની યાદી માત્ર એક વર્ષ માટે વેલિડ રહે છે. તેની આગળ આ વેલિડ રહેતુ નથી. પ્રત્યેક વર્ષ સમ્માન નિધિ લાભાર્થીયોની નવી યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદીને ગ્રામ્ય સ્તર પર બનાવવામાં આવે છે.
સરકારને વેરિફિકેશન કરવાની જરૂરિયાત શા માટે પડી ?
ખરેખર, ઘણા એવા સમાચાર છપાઈ ચૂક્યા છે જેમાં સરકારને સૂચના મળી રહી હતી કે, દેશના ઘણા ભાગમાં તેનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. તેથી સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હવે સરકાર તે જાણી શકશે કે, આખરે જે પૈસા છે તે સાચા લોકો સુધી પહોંચી રહ્યા છે કે નહી ?
કેવુ હશે વેરિફિકેશન
જણાવવામાં આવી રહ્યુ છે કે, પ્રત્યેક વર્ષ વેરિફિકેશનનુ કામ કરવામાં આવશે. જોકે, આ વેરિફિકેશન બધા લાભાર્થીયોનુ કરવામાં આવશે નહી. વેરિફિકેશન રેંડમલી રીતે કરવામાં આવશે. વેરિફિકેશન કરનાર પદાધિકારી કોઈ પણ પાંચ લોકોનુ વેરિફિકેશન કરી રીપોર્ટ તૈયાર કરવાનુ કામ કરશે.
ત્રણ હપ્તામાં કુલ 6 હજાર રૂપિયાની સહાય
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો પ્રથમ હપ્તો ચાલુ નાણાકિય વર્ષના પ્રાકંભમાં જ કુલ 7.92 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 15,841 કરોડ રૂપિયાની રાશિ હસ્તાંતરિત કરી ચૂકી છે. આ જાણકારી શુક્રવારે કૃષિ મંત્રાલયના એક નિવેદનમાં આપવામાં આવી હતી. આ યોજના હેઠળ ઉચ્ચ આવક ધરાવનાર ખેડૂતોને છોડી પ્રત્યેક ખેડૂતોને પ્રત્યેક નાણાકિય વર્ષમાં 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં કુલ 6 હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવે છે.
Share your comments