પોરબંદર જિલ્લાનાં રોજગારવાચ્છું યુવકો, યુવતીઓ રોજગાર સેતુ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરીનાં ફોનનં ૬૩૫૭૩૯૦૩૯૦ પર કોલ કરીને રોજગાર, સ્વરોજગાર કૌશલ્ય તાલીમ, લશ્કરી ભરતી વગેરેની માહિતી ધરેબેઠાં રહીને મેળવી શકાશે.
ઓનલાઈન સેવાઓ અપાઈ રહી છે
હાલમાં કોરોના મહામારીના કારણે મોટા ભાગની સરકારી કચેરીઓ બંધ છે એટલે કે પ્રજાજનોને ત્યા ઓછો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેમ બને તેમ સરકારી કચેરીમાં આમ જનતા પોતાનો સરકારી કામકાજો કરાવવા ઓછા આવે અને જેમ બને તમ તમામ સરકારી કામગીરી ઓનલાઈન થાય તેવા પ્રાયસો ગુજરાત સરકાર કરી રહી છે. જેને લઈને પોરબંદર જિલ્લામાં પણ કેટલીક સરકારી કામગીરીની ઓનલાઈન સેવા આપવામાં આવી રહી છે.
ઓનલાઈન વેબીનાર તથા ઓનલાઈન ભરતીમેળાનું આયોજન
પોરબંદર જિલ્લાના લોકો કેટલીક સરકારી યોજનાથી વંચીત ન રહી જાય તે માટે ઓનલાઈને સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં કોવિડ-૧૯ના સંક્રમણને કારણે રૂબરૂ સેવાઓનો લાભ લેવો કઠિન બની ગયો છે. જેથી સરકારની વિવિધ સેવાઓનાં લાભથી યુવાધન વંચિત ન રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન વેબીનાર તથા ઓનલાઈન ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. અને જિલ્લામાં કોઈ રોજગારી મેળવવાથી વંચીત ન રહી જાય તે માયે જિલ્લા વહીટ વિભાગ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
ફોન કરી મેળવો માહિતી
પોરબંદર જિલ્લાના લોકો રોજગાર, સ્વરોજગાર કૌશલ્ય તાલીમ, લશ્કરી ભરતી વગેરેની માહિતી ધરેબેઠાં રહીને મેળવી શકાશે. આ માટે રોજગાર સેતુ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી દ્વારા એક ફોન નંબર જારી કરવામાં આવ્યો છે જેના પર લોકો કોલ કરીને માહિતી મેળવી શકે છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા જે ફોન નંબર જારી કરવામાં આવ્યો છે તે ૬૩૫૭૩૯૦૩૯૦ છે આ ફોન નંબર પર પોરબંદરના જિલ્લા વાસીઓ કોલ કરીને રોજગાર, સ્વરોજગાર કૌશલ્ય તાલીમ, લશ્કરી ભરતી વગેરેની માહિતી ધરેબેઠાં રહીને મેળવી શકે છે.
લાભની જાણકારી કોલ દ્વારા મેળવી શકાશે
રોજગાર સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ કે રોજગારવાચ્છુઓ શૈક્ષણિક લાયકાત અનુરૂપ રોજગારમેળાઓ દ્વારા રોજગારી મેળવી શકે છે. કારકિર્દીલક્ષી મુંજવતા પ્રશ્નો, લશ્કરી ભરતી બાબતે, વિદેશમાં અભ્યાસ અને રોજગારની તકો કે પછી સ્વરોજગારની માહિતીનો લાભ કોલ દ્વારા મેળવી શકાશે.
માહિતિ સ્ત્રોત - જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર
Share your comments