ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) ભારતમાં 1950થી વિવિધ સર્વેક્ષણો હાથ ધરે છે. ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ(ASI) એ ભારતમાં ઔદ્યોગિક આંકડાઓનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વે દર વર્ષે કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક્સ (COS) એક્ટ, 2008ની વૈધાનિક જોગવાઈઓ અને 2011માં તેના હેઠળ ઘડવામાં આવેલ નિયમો અંતર્ગત કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય કે જ્યાં તે કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક્સ એક્ટ, 2010 અને 2012 અંતર્ગત ઘડવામાં આવેલા નિયમો હેઠળ હાથ ધરવામાં આવે છે.
આ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ આંકડાકીય હેતુઓ માટે; ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઔદ્યોગિક ક્ષેત્રના યોગદાનનો અંદાજ કાઢવા અને ઔદ્યોગિક વિકાસ માટેની નીતિઓ ઘડવામાં સરકારને મદદ કરવા માટે થાય છે.
પ્રાદેશિક કચેરી, અમદાવાદ, ગુજરાત રાજ્યના પ્રાદેશિક વડા અને આંકડા અધિકારી, ઉપ મહાનિદેશક શ્રી એસ કે ભાણાવતના સક્ષમ માર્ગદર્શન હેઠળ ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી અમદાવાદમાં ઔદ્યોગિક એકમો/ઉદ્યોગ સાહસિકો માટે ASI 2021-22 રિટર્નના સ્વ-સંકલન માટે ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફિસ ખાતે 28મી માર્ચ 2023એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો હેતુ સંબંધિત એકમ દ્વારા ASI 2021-22 રિટર્નનું સ્વ-સંકલન કરવાનો હતો, જે ASIની જાગૃતિ માટે જાન્યુઆરી 2023 મહિનામાં આ ઓફિસ દ્વારા આયોજિત કોન્ફરન્સને ના સંદર્ભ થી આયોજન કરવામાં આવ્યું છે.
સત્રનું ઉદ્ઘાટન નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, પ્રાદેશિક કચેરી, અમદાવાદના સહાયક નિદેશક શ્રી એ જે પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી પરમારે તેમના ઉદઘાટન પ્રવચનમાં સર્વેક્ષણના સફળ સંચાલન માટે વિવિધ ઉદ્યોગપતિઓના સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સહભાગીઓને ASI રીટર્નના સ્વ-સંકલન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી સ્પંદન શાહે પરિષદને સંબોધી હતી અને સર્વે માટે સંપૂર્ણ સહકાર અને સમર્થનની ખાતરી આપી હતી અને શિબિરમાં હાજર એકમોના પ્રતિનિધિઓને ASI રીટર્નનું સ્વ-સંકલન કરવા અપીલ પણ કરી હતી. વરિષ્ઠ આંકડાકીય અધિકારી સુશ્રી એસ.એસ. મુલેએ સ્વ-સંકલનની પ્રક્રિયા વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી અને પ્રાદેશિક કચેરી, અમદાવાદના અન્ય વરિષ્ઠ આંકડાકીય અધિકારીઓએ આ અંગે સહભાગીઓની શંકાઓ દૂર કરી હતી. ઓઢવ વિસ્તારમાં સ્થિત ઉદ્યોગોના ઉદ્યોગકારોએ કેમ્પમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને ASI રિટર્નની સ્વ-સંકલન કરવાનો પ્રયાસ કરશે અને જરૂરી ડેટા પ્રદાન કરવાની ખાતરી આપી હતી. ઔદ્યોગિક એકમોને સ્વ સંકલનથી ASI રીટર્ન ભરવા તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવાનું NSOના અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું. આભારવિધિ સાથે સભાનું સમાપન થયું.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેના ન્યૂ ભુજ રેલવે સ્ટેશનનને આઇકોનિક લેન્ડમાર્ક રૂપે વિકસિત કરવામાં આવશે
Share your comments