પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ઘણા ખરા ખેડૂતોને નવમા હપ્તાના પૈસા મળ્યા નથી તો તમને જણાવી દઈએ કે જે ખેડૂતને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો નવમો હપ્તો મળ્યો નથી તેના માટે સરકાર દ્વારા એક નંબર જારી કરવામાં આવ્યો છે જેના પર ખેડૂત પોતાની ફરીયાદ નોંધાવી શકે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નવમો હપ્તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે એટલે કે તા.09/08/2020ના રોજ દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવ્યો છે પરંતુ ઘણા ખેડૂતો એવા છે જેમને હપ્તાનાં નાણાં હજુ સુધી મળ્યા નથી. જે ખેડૂત મિત્રોના ખાતામાં નવમા હપ્તાની રકમ જમા નથી થઈ તેમણે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. જે ખેડૂત મિત્રોના ખાતામાં આ રકમ આવી નથી તેવા ખેડૂત મિત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઈન નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને જો તમે ફોન પણ નથી કરવા માંગતા અને તમે જે વિસ્તારમાં રહો છો ત્યા કોઈ એકાઉન્ટન્ટ કે કોઈ કૃષિ અધિકારી રહે છે તો તમે તેમનો રૂબરૂ પણ સંપર્ક કરી શકો છો.
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના હપ્તાના નાણા કેમ અટવાઈ જાય છે
- કેટલીક વખત સરકાર તરફથી ખાતામાં નાણાં ટ્રાન્સફર થઇ જાય છે, પરંતુ ખેડૂતોના ખાતામાં પહોંચતા નથી.
- નાણા ન પહોંચવાનું મુખ્ય કારણ બેંકમાં આપેલ ડોક્યુમેન્ટમાં ભુલ હોઈ શકે છે
- જો આધાર, ખાતા નંબર અને બેંક ખાતા નંબરમાં ભૂલ હોય તો પણ જમા નથી થતા.
- આપેલ ખાતા નંબર ઈનએક્ટિવ હોય તો પણ આવુ થઈ શકે
- સર્વરમાં કંઈ ખામી સર્જાય તો પણ આવુ બની શકે છે
જો ખાતામાં પૈસા જમા નથી થયા તો અંહી નોંઘાવો ફરિયાદ
- સૌ પ્રથમ તમારે તમારા વિસ્તારના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક કરો તે તેમને તેના વિશે જણાવશે.
- જો આ લોકો તમારા શબ્દો સાંભળતા નથી, તો તમે તેને લગતી હેલ્પલાઇન પર પણ ફોન કરી શકો છો.
આ નંબરો પર લગાવી શકો છો કોલ
- આ માટે તમે હેલ્પલાઇન નંબર 011 24300606 /011 23381092 પર કોલ કરી શકો છો.
- સોમવારથી શુક્રવાર સુધી PM કિસાન હેલ્પ ડેસ્ક (PM KISAN હેલ્પ ડેસ્ક) pmkisan ict@gov.in પર સંપર્ક કરી શકાય છે.
કેન્દ્ર સરકારની હેલ્પલાઈન પર લગાવી શકો છો કોલ
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ સીધી ખાતાઓમાં જમા થાય છે. 6000 રૂપિયાની આ રકમ 2000-2000ના ત્રણ હપ્તામાં જમા છે. જો કોઈ ખેડૂતને આ યોજના હેઠળ પૈસા મળ્યા નથી, તો તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની આ હેલ્પલાઈન પર ફોન કરીને તેના વિશે માહિતી મેળવી શકો છો.
Share your comments