દસમુ ધોરણ પાસ ઉમેદવારો માટે બમ્પર ભરતી બહાર આવી છે. અરજી માટેની વય મર્યાદા કેટલી છે અને ફોર્મ કેવી રીતે ભરવું, તે તમામ વિગતો તમને અહી જાણવા મળશે.
10 પાસ ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટમાં બમ્પર પદ માટે ભરતી બહાર આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેમણે છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. આ અંગે હમણાં જ ટૂંકી સૂચના જારી કરવામાં આવી છે, પરંતુ વિગતવાર માહિતી ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે. નોટિસ 28 માર્ચે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ એપ્રિલના અંતમાં છે, જે હજુ સ્પષ્ટ નથી. આ ભરતી અભિયાન દ્વારા કુલ 1499 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ ચોકીદાર, પટાવાળા, લિફ્ટમેન, વોટર સર્વર, હોમ એટેન્ડન્ટ, જેલ વોર્ડર વગેરેની છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરશો
ગુજરાત હાઈકોર્ટની આ જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાશે. આ માટે, ઉમેદવારો આ બેમાંથી કોઈ એક વેબસાઈટ - gujaratighcourt.nic.in અને hc-ojas.gujarat.gov.in પર જઈ શકે છે. આ વેબસાઈટ પરથી વિગતવાર માહિતી પણ મેળવી શકાશે અને અરજીઓ પણ કરી શકાશે.
કોણ કોણ કરી શકે છે અરજી
ગુજરાત હાઈકોર્ટની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલુ હોવું જરૂરી છે. આ સાથે, જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ, તો 18 થી 33 વર્ષના ઉમેદવારો તેમના માટે અરજી કરી શકે છે. SC, ST, SEBC, EWS અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની વય છૂટછાટ મળશે. જ્યારે PH ઉમેદવારોને વય મર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવશે.
કેટલી ફી ચૂકવવી પડશે
ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4ની પોસ્ટ માટે, સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST, SEBC અને EWS ઉમેદવારો માટે ફી 150 રૂપિયા છે. PH ઉમેદવારો માટે પણ ફી રૂ. 150 છે.
કેવી રીતે થશે પસંદગી
આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે. જેમની પસંદગી આખરી હશે, તેમને નિયમ મુજબ 22,000 રૂપિયાથી 47,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળશે.
આ પણ વાંચો:ઝુનઝુનવાલાના રોકાણ શેરમાં તેજી, શેર 10 ટકાની અપર સર્કિટને સ્પર્શ્યો
Share your comments