Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Budget 2023

બજેટ ૨૦૨૩ : આવકવેરાને લઈને મધ્યમ વર્ગ માટે સારા સમાચાર, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ (૨૦૨૩) રજૂ કર્યું. નાણામંત્રીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા એક ચમકતો તારો છે. તેમણે માહિતી આપી હતી કે ગરીબ અનાજ યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ દરમિયાન નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે ૭ લાખની આવક થાય ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લાગે. તેમણે નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરી હતી.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

બજેટ ૨૦૨૩ : આવકવેરાને લઈને મધ્યમ વર્ગ માટે સારા સમાચાર, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ (૨૦૨૩) રજૂ કર્યું. નાણામંત્રીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા એક ચમકતો તારો છે. તેમણે માહિતી આપી હતી કે ગરીબ અનાજ યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ દરમિયાન નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે ૭ લાખની આવક થાય ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લાગે. તેમણે નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરી હતી.

Budget 2023
Budget 2023

બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે PAN હવે રાષ્ટ્રીય ઓળખ કાર્ડ તરીકે ઓળખાશે. બજેટમાં ઈલેક્ટ્રિક વાહનો, ઓટોમોબાઈલ, રમકડાં અને દેશી મોબાઈલ સસ્તા થવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે, ચિમની, કેટલાક મોબાઈલ ફોન અને કેમેરા લેન્સ, સિગારેટ સોનું, ચાંદી, પ્લેટિનમ મોંઘા થશે.

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે ૨૦૧૪થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકોના જીવનમાં સુધારો કર્યો છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. ૧.૯૭ લાખ થઈ છે. આ ૯ વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા કદમાં ૧૦મા સ્થાનેથી ૫મા સ્થાને પહોંચી ગઈ છે. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ ફંડ બનાવવામાં આવશે. સાથે જ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે.

આગામી વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે આ બજેટ મોદી સરકાર માટે ખૂબ મહત્વનું માનવામાં આવતું હતું. સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હોવાથી લોકો અને કોર્પોરેટ સેક્ટરને પણ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં બેરોજગારી અંગે કેટલીક જાહેરાતો કરી છે, ઈન્ડિયા ટુડે ગ્રુપના સંપાદકીય સલાહકાર રોહિત સરન કહે છે કે ડિસેમ્બર ૨૦૨૨માં ભારતના ૮ ટકા યુવાનો બેરોજગાર હતા, જે છેલ્લા ૧૬ મહિનામાં સૌથી વધુ સંખ્યા છે. નાણામંત્રી તેમના ભાષણમાં આ મુદ્દા વિશે વાત કરી રહ્યા છે, જેમાં તેમણે સ્કિલ મેનેજમેન્ટ વિશે વાત કરી છે. જો કે, ટૂંકા ગાળામાં કૌશલ્ય વ્યવસ્થાપનનો કોઈ ફાયદો થતો હોય તેવું દેખાતું નથી.

બજેટમાં શું સસ્તું થયું, શું મોંઘું થયું

જાણો બજેટમાં શું થયું સસ્તું

  • અમુક મોબાઈલ પાર્ટસ પર કસ્ટમ ડ્યુટીમાં રાહત
  • ઇલેક્ટ્રિક કાર પણ સસ્તી થશે. લિથિયમ આયન બેટરીની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.
  • ટીવી સસ્તું થશે. આયાત ડ્યુટી ઓછી થશે. ઇલેક્ટ્રિકલ સામાન પણ સસ્તો થશે. ટેલિવિઝનના ઓપન સેલ કમ્પોનન્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને5 ટકા કરી દેવામાં આવી છે.
  • કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે મોબાઈલ પાર્ટ્સની કિંમત પણ ઓછી થશે.
  • લેબ દ્વારા બનાવેલા હીરાના બીજ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ.
  • રબરમાં પણ ડ્યુટી ઘટાડવામાં આવી છે.
  • ઓટોમોબાઈલ સસ્તી થશે.
  • રમકડાં, સાયકલ સસ્તી થશે.
  • તળેલા ઝીંગા પરની કસ્ટમ ડ્યુટી ઓછી, સસ્તી થશે.
  • એલઇડી ટીવી, મોબાઇલ ફોન, રમકડા, મોબાઈલ કેમેરા લેન્સ, ઇલેક્ટ્રિક કાર, ડાયમંડ જ્વેલરી, બાયોગેસ સંબંધિત વસ્તુઓ, લિથિયમ કોષો, સાયકલ

જાણો બજેટમાં શું થયું મોંઘુ

  • ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે. મતલબ કે ચાંદી થોડી મોંઘી થશે. એટલે કે સોનું, ચાંદી અને હીરા મોંઘા થશે.
  • સિગારેટ મોંઘી થશે.
  • રસોડાની ઈલેક્ટ્રિક ચીમની પર ટેક્સ વધ્યો, થશે મોંઘો.
  • પિત્તળ, છત્રી, ચીમની, સોનું, આયાતી ચાંદીની વસ્તુઓ, પ્લેટિનમ, કપડાં, વિદેશી રમકડાં

 

સરકારના બજેટ પર શું કહે છે નિષ્ણાતો?

  • ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગ કહે છે કે મૂળભૂત રીતે તે એક સારું બજેટ છે, જેમાં કોઈને નુકસાન ન પહોંચાડવાનો પ્રયાસ છે, પરંતુ તેમાં કોઈ સુધારા અને ખાનગીકરણ નથી.
  • Know The Pulse and Koobera Groupના સીઈઓ ડૉ.રવિ કુમારે અત્યાર સુધીના ભાષણ પર કહ્યું છે કે બજારે કંઈ ખાસ બતાવ્યું નથી, તેથી બજાર તેના સ્થિર ધોરણે આગળ વધી રહ્યું છે. બજારને આ બજેટથી કોઈ આશા દેખાઈ નથી, તેથી બજાર હજુ પણ ચાલી રહ્યું છે. નિફ્ટીએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

 

Rizwan Shaikh (FTJ)

Plot No. 484/2,

Sector. 12 B,

Gandhinagar, Gujarat.

Pin : 382006

Mob : 9510420202

 

આ પણ વાંચો :પી એમ કિશાન યોજના : ખાતામાં આવશે ૮,૦૦૦ રૂપિયા

Share your comments

Subscribe Magazine

More on News

More