દેશમાં નિર્માણ થનાર પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન
કહેવામાં આવી રહ્યુ છે કે આ બજેટથી આગામી 25 વર્ષનો પાયો નાખવામાં આવશે. અને આ બજેટમાં તમામ વર્ગ માટે કંઈકને કંઈક રાખવામાં આવ્યું છે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે. આ સાથે જ આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. સાથે 8 નવાવ રોપવેનું નિર્માણ થશે. તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેન દેશની પ્રથમ સ્વદેશી તકનીકથી નિર્મિત થનારી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે.
16 લાખ યુવાનોને નોકરી આપવાનું વચન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટમાં 16 લાખ યુવાઓને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું કે આ બજેટથી આગામી 25 વર્ષનો પાયો નાખવામાં આવશે. દાવો છે કે આ બજેટમાં તમામ વર્ગ માટે કંઈક રાખવામાં આવ્યું છે. આ વચ્ચે નાણામંત્રીએ જાહેરાત કરી કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે.
વંદેભારત ટ્રેન વિશે માહિતી
વંદે ભારત એક વૈભવી એરકન્ડિશન ટ્રેન છે. તે હાઇ સ્પીડ ટ્રેનો જેવી જ લાગે છે. વંદે ભારતની રચના 160 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ માટે કરવામાં આવી છે. તે જ સમયે, તેનો ટ્રાયલ રન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યો હતો. વંદે ભારત ઓટોમેટિક એન્જિન ધરાવતી ટ્રેન છે. તેની ઊંચી ઝડપને કારણે મુસાફરીનો સમય ઓછો થાય છે. યુરોપીયન ટ્રેન સ્ટાઇલ સીટ, રીડિંગ લાઇટ, જીપીએસ આધારિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મોડ્યુલર બાયો-ટોઇલેટ્સ અને અન્ય ઘણી સુવિધાઓ આ ટ્રેનને મુસાફરો માટે ખાસ બનાવે છે. ટેન્ડર મુજબ, આઈસીએફ ચેન્નાઇમાં 30 રેક અને એમસીએફ રાયબરેલી અને આરસીએફ કપૂરથલામાં 14 રેક બનાવવામાં આવશે. દિલ્હી-વારાણસી અને દિલ્હી-કટરા રૂટ પર દોડનારી પ્રથમ બે વંદે ભારત ટ્રેનો આઈસીએફ ચેન્નઈમાં બનાવવામાં આવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વિભિન્ન સેક્ટરો માટે ઉપયોગ થાય તેવી જાહેરાત કરી હતી.
નેશનલ હાઈવેની લંબાઈ વધશે
આ સાથે નાણામંત્રીએ જણાવ્યું કે, 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ 25,000 કિલોમીટર સુધી વધારવામાં આવશે. અને પહાડી વિસ્તારની પર્વતમાળાના રોડને PPP મોડ પર લાવવામાં આવશે.
આ પણ વાંચો : નાણામંત્રીએ ખેડૂતો માટે MSPની 2.37 લાખ કરોડની સીધી ચુકવણીની જાહેરાત કરી
આ પણ વાંચો : કુદરતી રેસા આપતુ વૃક્ષ સીબા પેન્ટેન્ડ્રા (કપોક, સફેદ શીમળો)
Share your comments