Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ ક્ષેત્રે આશીર્વાદરૂપ: મહિલાસંચાલિત કૃષિ ઉપકરણો

દેશની કુલ કૃષિ મજૂરોની વસ્તીમાં ૩૭ ટકા મહિલાઓ છે. જો કે, ખેતીમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના ઓજારો, સાધનો અને મશીનો માત્ર પુરુષો અનુરુપ બનાવવામાં આવે છે. જેમાંથી મોટાભાગના સાધનો મહિલાઓની કાર્યક્ષમતાને અનુરૂપ નથી.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Women powered agricultural implements
Women powered agricultural implements

આ પરિસ્થિતિ વૈજ્ઞાનિકોની મહિલાઓને અનુકૂળ ઓજારોઅને સાધનો બનાવવાની પહેલથી બદલાઈ શકે છે.વિકાસ દર અને બદલાતા સામાજિક-આર્થિક વાતાવરણ જેવા પરિબળોને ધ્યાનમાં લેતા, સંશોધકોનો અંદાજ છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં કૃષિમાં મહિલા કામદારોની ભાગીદારી વધીને ૪૫ ટકા થઈ શકે છે, કારણ કે મોટાભાગના પુરુષો ખેતી છોડી શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં મહિલાઓ કૃષિ ક્ષેત્રે મુખ્ય ભૂમિકા ભજવશે.

સંશોધન જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં, મહિલા કામદારોની કાર્યક્ષમતાના આધારે રચાયેલ આધુનિક કૃષિ ઓજારોઅને સાધનો વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેનો મહિલાઓ સરળતાથી અને સહજતાથી ઉપયોગ કરી શકે છે.આ અભ્યાસમાં, મહિલાઓ માટેના કૃષિ ઓજારોની રચના માટે શરીરના ૭૯પરિમાણોનીચકાષણી કરવામાં આવી છે. કામ કરતી વખતે શરીરની વિવિધ મુખ્ય મુદ્રાઓને ધ્યાનમાં રાખીને કૃષિ મશીનરીની રચનામાં કુલ સોળ બળના પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે ઉભા રહેવું, બેસવું, વળીને કામ કરવું, વગેરે. જેમાં જે સાધનો નેધક્કો મારીને કે ખેંચીનેચલાવવામાં આવેછે, એમની હાથની પકડ અને પગની તાકાત કેટલી લાગશે એમનું વિશેષધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, મુખ્યત્વેમહિલા કામદારોની ઉંચાઈ, વજન, કામ કરતી વખતે મહત્તમ ઓક્સિજન ગ્રાહ્યદર, હૃદયના ધબકારા, સ્નાયુ સ્થિર ક્ષમતા, હાથ પહોળાઈ, આંગળીઓનો વ્યાસ, બેઠકનીઉંચાઈ અને કમર પહોળાઈ જેવા પરિમાણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

સંશોધકોના મત અનુસાર, ભારતીય મહિલા કૃષિ કામદારોની સરેરાશ ઉંચાઈ સામાન્ય રીતે ૧૫૧.૫ સે.મી. અને સરેરાશ વજન ૪૬.૩ કિલો હોય છે. ખેતીમાં ભારવાહક કામ ઘણું હોયછે. ભારતીય પુખ્ત મહિલા કામદારોએ ૧૫ કિલોથી વધુ (અથવાતેમના વજનનો આશરે 40 ટકા થી વધુ) ઉપાડવો જોઈએ નહીં.

આ પરિમાણો અને મહિલાઓની શારીરિક ક્ષમતાના આધારે, જૂના પ્રચલિત કૃષિ ઓજારોમાં ફેરફાર કરીને ઘણા નવા સાધનો બનાવવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વેસીડ ટ્રીટમેન્ટ ડ્રમ, મેન્યુઅલ રાઇઝર, ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર, હેન્ડ ઓપરેટેડ સીડ ડ્રિલ, ઇનોવેટિવ ડેબેલર, રોટરી ડેબલર, પેડી ટ્રાન્સપ્લાન્ટર, વ્હીલ હો, કોનો-વીડર, મોડીફાઇડ સિકલ, મગફળીના સ્ટ્રીપર, પગથી સંચાલિત પેડીથ્રેશર, પેડીવિનોવર, ટ્યુબ્યુલર મકાઈ શેલર, રોટરી મકાઈ શેલર, સિટીંગ મગફળી ડેકોરેટર, ફ્રુટ હાર્વેસ્ટર, કોટન સ્ટોક પુલર અને કોકોનટ ડેહુસ્કર છે.

આ પણ વાંચો:છેલ્લા 70 વર્ષમાં ભારતની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 1% થી 0.3%ના ચિંતાજનક સ્તરે પહોંચ્યું- સંશોધનમાં જાણવા મળ્યુ

છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા કૃષિ કામદારોની ઊંચી ભાગીદારી સાથે કૃષિ ટેકનોલોજીના બદલાતા સમયમાં મહિલાઓને અનુકૂળ ઓજારો, સાધનો તેમજ કાર્યસ્થળોના વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે એવાં સાધનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે જેથી મહિલાઓ પણ આધુનિક કૃષિ ટેકનોલોજીનો લાભ લઈ શકે. આ ઉપરાંત આ સાધનોના યોગ્ય અને સલામત સંચાલન માટે મહિલા કામદારોને જાગૃત અને પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યાં છે.ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકોને આ કૃષિ ઓજારો બનાવવા પ્રોત્સાહિત અને વપરાશકર્તાઓ દ્વારા ખરીદી માટે ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યાં છે. સાધનો ખરીદવા માટે બેંકો અને અન્ય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે મહિલાઓની મદદ કરવામાં આવીરહી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંશોધન વિભાગો, વિકાસ સંસ્થાઓ અને એનજીઓમહિલાઓની મદદ માટેઆગળ આવી રહ્યાં છે. તેઓ ખેતી માટેની મહિલા અનુરૂપ ટેકનોલોજીના અસરકારક પ્રચાર માટે મહિલા કર્મચારીઓની પણ ભરતી કરી રહ્યાં છે. રાજ્ય કૃષિ વિભાગોએ આ પ્રવૃત્તિમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવી રહ્યાં છે, કારણ કે તેમની પાસે ગ્રામ્ય સ્તરે મહિલા કામદારો છે.

ગામડાઓમાં આવા સાધનોનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. જોકે પહેલા જૂના સાધનોનો ઉપયોગ કરતી મહિલાઓ આધુનિક સાધનો સાથે કામ કરવા માટે શરૂઆતમાં ખચકાતી હતી, પરંતુ ધીમે ધીમે તાલીમ દ્વારા તેમને આ સાધનોનો ઉપયોગ કરવાનું સરળ લાગી રહ્યું છે.પરિવારમાં ખેતરોના વિભાજનને કારણે જમીનનું કદ નાનું થઈ રહ્યું છે. આ કારણે, મોટા કૃષિ સાધનો અને મશીનરીનો ઉપયોગ વ્યવહારુ અને આર્થિક દૃષ્ટિકોણથી નફાકારક સાબિત થતો નથી. ગામડાઓમાં મોટાભાગની મહિલાઓ ખેતી કામ કરે છે અને પુરુષો અન્ય વ્યવસાયોમાં જોડાય છે. મહિલા ખેડૂતોને અનુકૂળ આધુનિક નાના કૃષિ સાધનો તૈયાર કરવા એ એક સારું પગલું છે, આનાથી તેમને કામ કરવું સરળ બનશે, તેમની ભાગીદારી વધશે અને તેમની કાર્યક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થશે.

આ પણ વાંચો:કુદરતી ખેતી દ્વારા કૃષિ સમૃદ્ધિ વિષય પર સેમિનારનું આયોજન

Share your comments

Subscribe Magazine

More on News

More