ભારતીય કિસાન યુનિયન (ભાકિયુ)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં આગામી તા.5મી સપ્ટેમ્બરે યોજાનારી મહાપંચાયતમાં આર-પારની રણનીતિ તૈયાર થશે. દરમિયાન તાજેતરમાં લખનઉ પહોંચેલા રાકેશ ટીકૈતે એવો હૂંકાર કર્યો હતો કે, સરકાર સાંભળી લે, આ ખેડૂતો નથી હટવાના, કે નથી ઝુકવાના...જ્યાં સુધી સરકાર ખેડૂતોના પક્ષમાં બિલ નહીં બનાવે ત્યાં સુધી ખેડૂતોનું આ ઐતિહાસિક પ્રદર્શન જારી જ રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાનૂનની વિરોધમાં ખેડૂતો સતત દિલ્હીની ફરતે બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતનું કહેવું છે કે, જ્યાં સુધી ત્રણેય કાનૂનો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન આ જ રીતે જારી રહેશે. આંદોલનની સાથે સાથે રાકેશ ટીકૈત સરકારને ઘેરવાનો એક પણ મોકો નથી છોડતા. ખેડૂતોના મુદ્દાઓ પર વાત કરતા ટીકૈતે કહ્યું હતું કે, તેઓ નથી ઇચ્છતા કે, દેશના ખેડૂતો પણ એસીમાં રહે.
કૈતે વધુમાં કહ્યું કે, પીએમ કહે છે કે, એમએસપી હતી, અને રહેશે. ધાન વેચાઇ રહ્યું છે 800 રૂપિયે ક્વિન્ટલ. લૂંટાઇ રહ્યા છે ખેડૂતો. ગામડામાં જઇને પૂછો કે, પરિસ્થિતિ શું છે ત્યાંની ? ખેડૂત નેતાની વાત સામે ન્યૂઝ એંકરે કહ્યું કે, ભાજપા તમને ડીઝાઇનર ખેડૂતો કહે છે, તમે એસીમાં સુવો છો ? જે તડકામાં ધૂપમાં કામ કરી રહ્યા છે તેવા ખેડૂતોને તમે રજૂ જ નથી કરતા !
આ સવાલના જવાબમાં ટીકૈતે કહ્યું હતું કે, એ લોકો ચાહે છે કે, ખેડૂતો ગરીબ જ રહે. તેઓ ટ્રેક્ટર ન ચલાવે અને તેની પાસે તૂટેલું હળ જ હોય, બળદ હોય ! દેશનો ખેડૂત નબળો રહે, દેશનો ખેડૂત ગાડી ન લઇ શકે.
દેશના ખેડૂતો એ.સી.માં ન રહી શકે, તેઓ ધૂપમાં જ કામ કરતા રહે, દેશ માટે અનાજ પેદા કરતા રહે, અને તે લોકો ચમચમાતી કોઠીઓમાં રહે ! ખેડૂત નેતા અહીંથી નહોંતા રોકાયા તેઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, દિલ્હી લખનઉની ચમચમાતી કોઠીઓમાં ખેડૂતના ભાગ્યનો ફૈસલો નહીં થાય !
રાકેશ ટીકૈતે કહ્યું કે, તેઓની નજર ખેડૂતોની જમીન પર છે. ઉલ્લેખનીય છે કે, રાકેશ ટીકૈતે બંગાળની ચૂંટણીના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, ગામડાંનો ખેડૂત દવા આપે છે, કેટલીક પાર્ટીઓને દિમાગનો બુખાર છે, જે ત્રણ વર્ષમાં ઉતરી જશે ! બંગાળમાં દવા આપી હતી, થોડો આરામ થયો અને થોડુ રીએક્શન પણ થઇ ગયું !
નેતા રાકેશ ટીકૈતે બાબા લાભસિંહની હૌસલા અફજાઇ માટે મટકા ચૌક જવાનું નક્કી કર્યું...
ખેડૂતો દ્વારા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંતર્ગત ખેડૂતોના સમર્થનમાં કેટલીક રાજકીય પાર્ટીઓ પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો કેટલાક રાજનેતાઓ પણ ટ્વીટરના માધ્યમથી આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં કૃષિ કાનૂનની વાપસી માટે ચાલી રહેલા દેખાવો અંતર્ગત બાબા લાભસિંહનું નામ સતત ચર્ચામાં છે. દરમિયાન બાબા લાભસિંહની હૌસલા અફજાઇ માટે નિર્મલસિંહના કહેવા પર ભારતીય કિસાન યુનિયનનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈત મટકા ચૌક, સેક્ટર 17 ચંડીગઢ ખાતે જવાનુ નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, નિર્મલસિંહ આશરે આઠેક મહિનાથી સતત ખેડૂત આંદોલન સાથે જોડાયેલા છે, અને ખેડૂતોની સેવા કરી રહ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, આંદોલનનું નિરાકરણ લાવવા કહ્યું...
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ શાહ સમક્ષ આંદોલનના મુદ્દાઓ પર ધ્યાન આપવાની માગ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોના પ્રદર્શનથી સામાજિક, આર્થિક અને સુરક્ષાઓના મુદ્દા પર અસર પડી રહી છે. અમરિંદરસિંહના મીડિયા સલાહકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અમિત શાહને ખેડૂતોના વિરોધના મુદ્દાનું નિરાકરણ લાવવા માટે હસ્તક્ષેપ કરવા અને વિરોધી તાકાતોને તેઓના ગુસ્સાનો ફાયદો ઉઠાવવાથી રોકવા માટે કૃષિ કાનૂનોને નિરસ્ત કરવાનો આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલનને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ સમર્થન જાહેર કર્યું છે.
Share your comments