ગુજરાતના 17માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે, ત્યારે સવારે ઘરે પૂજા કરી, સ્વામિનારાયણ મંદિર અને સાંઇબાબાના મંદિરે દર્શન કરી ગાંધીનગર રાજભવન ખાતે શપથ ગ્રહણ કરવા પહોંચ્યા હતા. આજે ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, અમિત શાહ સહિત ભાજપ શાસિત 4 રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, મનોહર ખટ્ટર, પ્રમોદ સાવંત, બસવરાજ બોમ્મઇ હાજર રહ્યા હતા.
શપથ લીધા બાદ તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા ગયા હતા. નીતિન પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.
આજે સવારથી જ રાજ્ના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને શુભેચ્છા પાઠવવા લોકોની ભીડ જામી હતી. સવારથી જ તેમના ઘરની બહાર લોકો ઉમટી પડ્યા હતા.
Share your comments