છેલ્લા કેટલાક સમયથી ભારતમાં IPO ને લઈને ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો શેર બજારમાં રોકાણ કરવાનું ટાળીને IPO માં રોકાણ કરી રહ્યા છે પરંતુ આજે અમે તમને જણાવીશુ કે છેલ્લા બે મહીનાથી ભારતામાં IPO ની સ્થિતિ કેવી છે તે વિશે જણાવીશુ.
જુલાઈ માસમાં IPOની સ્થિતિ
- ગત 23 જુલાઈએ આઈપીઓ ઈન્ડેકસ 1284344ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો તે 2 ટકા ઘટીને ગયો છે.
- બીએસઈ મીડકેપ ઈન્ડેકસ 2 ટકા તથા સ્મોલકેપ ઈન્ડેકસ 5 ટકા ઘટી ગયા છે. જે 4 ઓગષ્ટના રોજ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
- સેન્સેકસ 3 ટકા વધ્યો છે. તેનો સીધો અર્થ છે કે માર્કેટમાં ઈન્ડેકસ બેઈઝડ શેરોમાં તેજી થઈ હતી.
- રોકડાના શેરો પાછા પડયા હતા.
સેકન્ડરી માર્કેટમાં રોકડાના શેરોની મંદીથી નવા લીસ્ટીંગને અસર:
- જુલાઈથી લીસ્ટેડ નવા શેરોમાં અર્ધોઅર્ધ ડીસ્કાઉન્ટમાં સરકતા ઈન્વેસ્ટરો સાવધ શેરબજારમાં ઈન્ડેકસ ભલે નવા-નવા શિખરે પહોંચી રહ્યા હોય પરંતુ રોકડાના શેરોમાં કેટલાંક દિવસોમાં સર્જાયેલી મંદીએ આઈપીઓ માર્કેટનું માનસ ખરડી નાખ્યુ છે.
- જુલાઈ માસથી અત્યાર સુધીનાં આઈપીઓમાંથી અર્ધા કરતા ડિસ્કાઉન્ટમાં સરકતા ઈસ્યુ ભરવાનો ક્રેઝ ધીમો પડવાના એંધાણ છે.
- નવા લીસ્ટેડ શેરો ઉંચાઈએથી 23 ટકા જેટલા ગગડયા છે. શેરબજારના નિષ્ણાંતોએ જણાવ્યું છે કે પ્રાયમરી માર્કેટનું સેન્ટીમેન્ટ સંપૂર્ણપણે માર્કેટના ટ્રેન્ડ પર જ આધારીત હોય છે.
નિષ્ણાંતોનું કહેવુ
- નિષ્ણાંતોએ કહ્યું કે નવા લીસ્ટેડ શેરો તૂટતા ઈન્વેસ્ટરો હવે ગમે તે ઈસ્યુમાં નાણાં નહીં રોકે.
- કંપની પ્રમોટરોએ પણ વેલ્યુએશનમાં બદલાવ કરવો પડશે. જુ
- લાઈથી આજ સુધીમાં લીસ્ટેડ અર્ધોઅર્ધ શેરો ડીસ્કાઉન્ટમાં છે.
- બાકીમાં નોંધપાત્ર ભાવવધારો છે.
ઓગષ્ટ મહીનામાં એપટસ, કેમપ્લાસ્ટ, કારટ્રેડ, ડાયગ્નોસ્ટીક, વીન્ડલાસ તથા ગ્લેનમાર્ક સાયન્સ જેવા શેરો ઓફર ભાવ કરતા 1થી25 ટકા નીચા છે.
Share your comments