એક બાજુ કોરોનાની મહામારી મહામારીમાં અસંખ્ય લોકોએ પોતીની નોકરી ગુમાવી છે લોકો પાસે પૈસા નથી અને મોઘવારી ઘટવાનું નામ નથી લઈ રહી. પેટ્રોલ ડીઝલથી લઈને તમામ વસ્તુની કિંમતોમાં ધરખમ વધારો થયો છે એવામાં ખેત પેદાશની કિંમતમાં પણ વધારો થયો છે. અનાજના ભાવની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલમાં બાજરીની કિંમત આશમાને પહોંચી છે.
દિવાળી પહેલા બાજરીના ભાવ રૂ. 400 થશે
દેશ અને રાજ્યમાં હાલ તમામ ચીજ વસ્તુના ભાવમાં વધારો થયો છે ત્યારે બજારમાં બાજરીની માંગ વધતા તેની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યના તમામ માર્કેટીંગ યાર્ડમાં બાજરીના મો માંગ્યા ભાવ મળી રહ્યા છે. દિવસે ને દિવસે બાજરીના બજારમાં ભાવ મજબૂત સપાટી પર જઈ રહ્યા છે. વેપારીઓ કહે છે કે સારી બાજરીનાં ભાવ દિવાળી પહેલા વધીને રૂ.૪૦૦ની સપાટીએ પહોંચે તેવી ધારણાં છે
રાજસ્થાનમાં વરસાદ ઓછો પડતા બાજરીનુ વાવેતર ઘટ્યુ
વેપારીઓ દ્વારા જણાવાયુ છે કે હાલમાં બાજરીની બજારમાં અછત છે જેનું મુખ્ય કારણ એ છે કે રાજસ્થાનમાં વરસાદની કમી હોવાથી અને બાજરીનાં વાવેતર તમામ સેન્ટરમાં ઓછા થયા છે, પરિણામે જોઈએ એટલે ચોમાસું પાક આવશે નહીં. આ વખતે બાજરીના પાકના ઉતારા પણ ઓછા ઉતરે તેવી ધારણા છે જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે.
માર્કેટમાં બાજરીની આવક અને ભાવ
માર્કેટનું નામ |
બાજરીની આવક બોરીમાં |
બાજરીની કિંમત પ્રતી 20 કિલો |
રાજકોટ |
300 |
255 થી 310 સુધી |
હિંમતનગર |
200 |
270 થી 314 સુધી |
તલોદ |
800 |
284 થી 316 સુધી |
દહેગામ |
500 |
280 થી 331 સુધી |
ગુજરાતમાં બાજરીનું વાવેતર ગત વર્ષની તુલનાએ દશેક ટકા ઘટ્યું છે.
Share your comments