વિશ્વના બિજા સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ છે કે ટૂંક સમયમાં જ વિશ્વ મંદીની ઝપેટમાં આવવાનું છે. તેમણે સામાન્ય લોકોને પણ કેટલીક અપીલ કરી છે. તો જાણો તેમના આમ કહેવા પાછળનું કારણ શું છે?
વિશ્વમાં આર્થિક મંદીનો ખતરો
વિશ્વમાં વધતી જતી મોંઘવારી અને મોટી કંપનીઓ દ્વારા ઝડપી છટણીએ સામાન્ય જનતાને ભવિષ્યની યોજના વિશે વિચારવા મજબૂર કરી દીધા છે. તાજેતરમાં, વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે કહ્યું છે કે સામાન્ય લોકોએ કોઈપણ મોટા નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ, ખાસ કરીને કાર કે ઘર માટે જરૂરી મોંઘી વસ્તુઓ ખરીદતા પહેલા એક વાર વિચારી લેજો, કારણ કે તીવ્ર મંદી આવી રહી છે.
બેઝોસની લોકોને સલાહ
અબજોપતિએ ગ્રાહકોને તેમની રોકડ સુરક્ષિત રાખવા અને તહેવારોની મોસમ દરમિયાન બિનજરૂરી ખર્ચ ટાળવાની સલાહ આપી છે. મીડિયા સાથેની વાતચીતમાં, બેઝોસે ભલામણ કરી હતી કે અમેરિકન પરિવારો આર્થિક સ્થિતિ બગડવાના જોખમને ધ્યાનમાં રાખીને રેફ્રિજરેટર અથવા નવી કાર જેવી મોટી વસ્તુઓની ખરીદી કરવાનુ ટાળે.
બેઝોસે કહ્યું કે જો તમે મોટા સ્ક્રીનવાળુ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કદાચ તેને હાલ માટે હોલ્ડ પર રાખો, તે માટોના રોકડ પૈસા તમારી પાસે રાખો. આવનારા સમયમાં તે કામમાં આવશે. તેમણે એવું પણ સૂચન કર્યું કે નાના વેપારી માલિકો નવા સાધનોમાં રોકાણ કરવાનું બંધ કરવાનું વિચારે.
એમેઝોનમાંથી 10,000 કર્મચારીઓની છટણી
એમેઝોને તાજેતરમાં કોર્પોરેટ અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા લગભગ 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી વિશ્વભરમાં કામ કરતા કર્મચારીઓમાંથી કરવામાં આવી છે.
હાલ ધિમી ગતિએ વિશ્વમાં મંદીની અસર જોવા મળી રહી છે. મોટી કંપનીઓ એક પછી એક પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. ફેસબુક, ટ્વિટર અને સ્નેપચેટ જેવી મોટી કંપનીઓ બાદ હવે એમેઝોન પણ અહીં કામ કરતા લોકોને છૂટા કરવા જઈ રહી છે. ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ, ટ્વિટર અને મેટા પછી હવે ઈ-કોમર્સ કંપની એમેઝોને પોતાના કર્મચારીઓને એવા યુનિટ્સમાં કાઢી મૂક્યા છે જે નવા છે અને આ વર્ષે નફો કરવામાં નિષ્ફળ રહ્યા છે.
એમેઝોને નફો ન કરી રહેલા એકમોના કર્મચારીઓને બીજી નોકરી શોધવા કહ્યું
વોલ સ્ટ્રીટ જર્નલે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે Amazon.com Inc. તેના બિન-કમાણી વ્યવસાયોની સમીક્ષા કરી રહી છે. આમાં ઉપકરણ એકમ અને વૉઇસ સહાયક એલેક્સાનો સમાવેશ થાય છે. એક મહિનાની સમીક્ષા પછી, એમેઝોને નફો ન કરી રહેલા એકમોના કર્મચારીઓને અન્યત્ર નોકરી શોધવા માટે કહ્યું છે. જ્યારે કેટલીક ટીમોને વધુ નફાકારક વિસ્તારોમાં સ્ટાફને ફરીથી ગોઠવવા અને રોબોટિક્સ અને રિટેલ જેવા ક્ષેત્રોમાં ટીમોને બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ તમામ બાબતો પર ધ્યાન આપ્યા બાદ કંપનીએ 1000 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.
આ પણ વાંચો:કૃષિ અર્થતંત્રમાં દેશને સંકટમાંથી બહાર કાઢવાની શક્તિ છેઃ શ્રી તોમર
Share your comments