Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેસર પ્રેમીઓ માટે માઠા સમાચાર, આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો-બજારમાં આ મહિનામાં આવશે કેરી

ફળોની રાણી કેરીની પ્રખ્યાત પ્રજાતિ કેસર કેરીની માંગ ભારત સહિત સમગ્ર વિશ્લમાં રહેતી હોય છે. ત્યારે આ વર્ષે કેસર કેરીને લઈને માઠા સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત દર વર્ષની સરખામણીએ આ વર્ષે બજારમાં કેરી થોડી મોડી આવશે.

Himanee Chauhan
Himanee Chauhan
30 Per cent Drop In Mango Production This Year
30 Per cent Drop In Mango Production This Year

આ વર્ષે કેસર કેરીને લઈને માઠા સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત દર વર્ષની સરખામણીએ આ વર્ષે બજારમાં કેરી થોડી મોડી આવશે.

સામાન્ય રીતે દર વર્ષે બજારમાં કેરી 15 એપ્રિલથી 25 એપ્રિલની વચ્ચે આવી જાય છે, અને કેરીની હરાજી પણ શરૂ થઈ જતી હોય છે. પરંતુ કહેવાઈ રહ્યુ છે કે બજારમાં આ વર્ષે કેરી એક અઠવાડિયુ મોડી આવી શકે છે. જેના કારણે કેરીના ભાવમાં પણ વધારો થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત સામાન્ય રીતે કેરીની પેટીનો ભાવ 350થી 375 રૂપિયા હોય છે, પરંતુ આ વર્ષે કેરીની પેટી 400થી 450ના ભાવથી હરાજીમાં મળી શકે છે. 

ફળોનો રાજા સોરઠની કેસર કેરીની સમગ્ર દેશ અને વિશ્વમાં માંગ રહે છે, ત્યારે આ વર્ષે જૂનાગઢની વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટોડા થશે. જૂનાગઢની કેસર કેરી પર આ વર્ષે દરેક પાસાઓની માઠી અસર પડી છે. કેરીના ઉત્પાદનમાં આ વર્ષે 30 ટકા નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના પરિણામે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો નોંધાશે અને કેરી બજારમાં મોડી અને મોંઘી આવશે તેવા સમાચાર છે.

કેરી પકવતા ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે 15 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમાં કેરીની હરાજી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કેરી બજારમાં એક સપ્તાહ મોડી અને મોંઘી આવશે, કારણ કે, આ વર્ષે કમોસમી વરસાદની અસર કેરીના ઉત્પાદન પર પડી છે. સામાન્ય રીતે કેરીની સિઝન એપ્રિલ મહિનામાં આવે છે, જેમાં પહેલા રાઉન્ડમાં તાલાલા, ધારી, સોમનાથ પંથકની કેરીની આવક થાય છે, ત્યાર બાદ વંથલી, મેંદરડા, ટીનમસ, શાપુર, ધણફૂલીયા પંથકની કેરી આવે છે. તેમાય આ વર્ષે વાવઝોડાને લીધે વંથલી પંથકની કેરી એક મહિનો મોડી આવશે.

ઉલ્લેખનીય છે કે આમ તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેરીનું ઓછા-વત્તા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, પરંતુ કેસર કેરીનુમ સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્ર-કચ્છમાં થાય છે, સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત અને નોર્થ ગુજરાતની સરખામણીએ બમણું વાવતેર સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કેરીનું ઓછું વાવતેર અને ઉત્પાદન ઓછુ થવાથી કેરી મોંઘી અને મોડી આવશે.

આ પણ વાંચો : મોંઘવારીનો માર યથાવત, અમૂલે દૂધ બાદ હવે દહીં અને છાશના ભાવમાં કર્યો વધારો

આ પણ વાંચો : Gyupsum : જીપ્સમના કારણે છોડમાં થતા લાભ વિશે આજે જ જુઓ સંપૂર્ણ માહિતી, જેનાથી મળશે વિપુલ પ્રમાણમાં ઊપજ

Share your comments

Subscribe Magazine

More on News

More