અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજથી શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી નવા કપાની સત્તાવાર આવકના શ્રી ગણેશ થયા હતા. યાર્ડના સેક્રેટરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમરેલી યાર્ડમાં આજે નવા કપાસની હરાજીમાં પ્રતિ મણ લેખે રૂપિયા 6,061ના રેકર્ડબ્રેક ભાવ બોલાતા ખેડૂતો ખૂશખૂશાલ બની ગયા હતા.
અમરેલી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પરેશભાઇ પંડ્યાએ ‘કૃષિ પ્રભાત’ને જણાવ્યું હતું કે, ‘‘આજે યાર્ડમાં નવા કપાસની આવક થઇ હતી, 25 કિલો વજનનું એક પોટલું આવ્યું હતું. વેપારીઓ દ્વારા મુહૂર્ત સાચવવા હરાજી પ્રક્રિયામાં રૂપિયા 6,061ના ભાવ બોલાયા હતા. એક અંદાજ મુજબ આ ભાવ સૌરાષ્ટ્રના યાર્ડોનો અત્યાર સુધીનો સૌથી ઊંચો હોય તેવું લાગી રહ્યું છે. આ કપાસ વડેરા ગામના ખેડૂતનો હતો.
અમરેલી યાર્ડ
- અમરેલીનું યાર્ડ અંદાજે 18 એકર જગ્યામાં ફેલાયેલું છે
- યાર્ડમાં 25 હજાર સ્ક્વેર ફૂટનું એક એવા કુલ આઠ ઓક્શન પ્લેટફોર્મ છે.
- માર્કેટિંગ યાર્ડમાં હાલ તલની આવક એકંદરે ખૂબ જ સારી છે.
- અનાજની આવકો પણ થઇ રહી છે.
- અમરેલી યાર્ડ તલ માટે સૌરાષ્ટ્રનું મોટુ પીઠુ ગણાય છે.
- યાર્ડમાં સોમવારની આવકની વાત કરીએ તો સફેદ તલની 1772 ક્વિન્ટલ, કાળા તલની 421 ક્વિન્ટલ અને કાશ્મિરી તલ (ગોલ્ડન કલર)ની કુલ 107 ક્વિન્ટલની આવકો નોંધાઇ હતી.
- દૈનિક તલમાં અંદાજે 2200 ક્વિન્ટલ આસપાસની નોંધનીય આવકો થઇ રહી છે.
- નવરાત્રી આસપાસ મગફળી, કપાસ અને સોયાબીનની આવકો શરૂ થશે તેની ગણતરીઓ મંડાવા લાગી છે.
દેશભરના વાવેતર આંકડા આવવા લાગતાં કપાસમાં નરમાઇ
ન્યુયોર્ક રૂ વાયદો ૯૧ સેન્ટે પહોંચ્યો હોઇ અને હરિયાણા- રાજસ્થાનમાં કપાસનું વાવેતર ઘટયું હોવા છતાં વાતાવરણ એકદમ અનુકૂળ હોઇ કપાસમાં થોડી પીછેહઠ જોવા મળી હતી. ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ગત્ત વર્ષથી કપાસનું વાવેતર વધી ગયું છે.
સૌરાષ્ટ્રમાં હવે બહુ કપાસ મળતો નથી પણ તામિલનાડુનો નવો કપાસ છુટાછવાયો મળી રહે છે તેના ગુજરાત પહોંચના ભાવ રૂા.૧૭૦૦ બોલાતા હતા. તામિલનાડુનો કપાસ મળતો હોઇ અહીં કપાસના આભવ થોડા ઢીલા હતા. સૌરાષ્ટ્રના યાર્ડોમાં રાજકોટ,અમરેલી અને સાવરકુંડલા કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં કુલ કપાસની આવક ૧૦૫૦ મણની હતી. કપાસનો ભાવ રાજકોટમાં ઊંચામાં રૂા.૧૭૫૮, અમરેલીમાં રૂા.૧૭૫૦ અને સાવરકુંડલામાં ઊંચામાં રૂા.૧૭૫૦ હતો.
Share your comments