Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Gujarat Flood : સર્વે માટે કેન્દ્ર સરકાર ગુજરાત સહિત ત્રણ પૂરગ્રસ્ત રાજ્યો માં જશે

આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સિઝન ચાલુ છે, જ્યારે કેટલાક રાજ્યોમાં થોડો ઓછો વરસાદ પડ્યો. આ દરમિયાન, ઘણા રાજ્યોમાં પૂર આવ્યું હતું અને કેટલાક હજુ પણ પૂરની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હવે આ સ્થિતિ માં, કેન્દ્ર સરકારે ગુજરાત, મણિપુર અને ત્રિપુરા માટે પણ રાહત પેકેજ પણ તૈયાર કર્યું છે, પંરતુ અત્યારે હાલ બિહારની હાલત પુરના કારણે ખુબજ ભયજનક થઇ ગઈ છે ,

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
પૂરગ્રસ્ત સ્થળ
પૂરગ્રસ્ત સ્થળ

બિહાર માં પૂરને કારણે લગભગ 2,24,597 હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન થયું છે.  બિહારના સીતામઢી માં કેન્દ્ર સરકાર તરફ થી રાહત આપવા માં આવી છે. NDRF ની ટીમ રાહત બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોચીને બચાવ કાર્ય ચાલુ કરી દીધુ છે, આવી કપરી પરિસ્થિતિમાં ભારતીય વાયુસેનાએ બિહારના સીતામઢી અને દરભંગાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા ડ્રાય અનાજ પૂરું પાડવા માં આવ્યું.

દેશના કેટલાક રાજ્યોમાં હજુ પણ પૂરનો કહેર યથાવત છે. બિહાર માં અને ગુજરાત માં  લોકો પુર થી બચવા માટે અનેકો ઉપાય કરી રહ્યા છે, તેમના મકાન, ખેતી સહીત ઘણી વસ્તુ ઓ નાશ પામી રહી છે, આ સાથે પુર-ગ્રસ્ત લોકોને એક ટંકનું ખાવા માટે પણ  તરસી રહ્યા છે, પૂરગ્રસ્ત રાજયો માં રહેવાસીઓની હાલત વધુ  ને વધુ ગંભીર બનતી જાય છે, એક રીપોર્ટ અનુસાર હવે ઘણા રાજ્યોમાં સ્થિતિ સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે,

રાહત બચાવ કામગીરી, બિહાર, સીતામઢી
રાહત બચાવ કામગીરી, બિહાર, સીતામઢી

કેન્દ્ર સરકારે  ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને પૂર રાહત પેકેજ તરીકે રૂ. 675 કરોડ જારી કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. બિહાર માટે હજુ કોઈ જોગવાઈ કરવા માં આવી નથી, પરંતુ રાહત કાર્ય ચાલુ છે, આગળ વાત કરીએ તો સર્વે માટે કેન્દ્ર સરકાર ગુજરાત સહિત ત્રણ પૂરગ્રસ્ત રાજ્યો માં IMCTની ટીમ બિહાર-બંગાળ પણ  જશે.

પૂર પ્રભાવિત રાજ્યો માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) માંથી રૂ. 675 કરોડની એડવાન્સ રકમ જારી કરી છે. રૂ. 675 કરોડના પેકેજમાંથી રૂ. 600 કરોડ ગુજરાતને, રૂ. 50 કરોડ મણિપુરને અને રૂ. 25 કરોડ ત્રિપુરાને ફાળવવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન આ રાજ્યોમાં અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી આફતો આવી.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતોનું શું છે સંકલ્પ, રાજ્યપાલ આર્યાય દેવવ્રતે આજે ભારતના લોકોને જણાવી દીધું

કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે પૂરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે નુકસાન થયું છે.

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમો પાસેથી રિપોર્ટ મળ્યા બાદ બાકીના રાજ્યોને વધારાની નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે. પૂરગ્રસ્ત બિહાર અને પશ્ચિમ બંગાળમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં IMCT ટીમો મોકલવામાં આવશે. આ વર્ષે કેન્દ્ર સરકારે 21 રાજ્યોને SDRF તરફથી 9 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરી છે. તે જ સમયે, NDRF તરફથી 15 રાજ્યોને 4,500 કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડમાંથી 11 રાજ્યોને 1,385 કરોડ રૂપિયાનું રાહત પેકેજ પણ આપવામાં આવ્યું છે.

આ રીતે ગુજરાત સરકારે પણ ખેડૂતોને રાહત આપી છે, તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જુલાઈમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક નાશ પામ્યો હતો, ત્યારબાદ રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવા માટે 350 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. જુલાઈના ત્રીજા સપ્તાહમાં રાજ્યના 9 જિલ્લા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, આણંદ, નવસારી, સુરત અને તાપીમાં ભારે વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું હતું. બાદમાં સરકારે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વે હાથ ધર્યો હતો. તે જ સમયે, અન્ય ઘણા રાજ્યોમાં લાખો હેક્ટર વિસ્તારમાં પાક નાશ પામ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લગભગ 2.25 લાખ હેક્ટરના પાકને અસર થઈ હોવાના અહેવાલ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More