વિશ્વ માં ઘણી ગંભીર સમસ્યાઓ છે જેમાં બેરોજગારી, ગરીબી, વસ્તી-વધારા ની સાથે સાથે જાળ-વાયુ પરિવર્તન, માટીનું ધોવાણ, પાણીની અછત, અને અન્નસુરક્ષા બધાથી મહત્વપૂર્ણ છે. તેથી, ધરતીનાં સીમિત સંસાધનોથી અન્ન ઉત્પાદન પર ઊંડું સંશોધન થઇ રહ્યું છે, અને એ કહેવું પણ સાર્થક છે કે વૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં સફળ પણ રહ્યાં છે.
સફળતાની આ શ્રુંખલામાં અક્વાપોનીક્સ એક ઉત્તમ ઉદાહરણ છે. હાઇડ્રોપોનીક્સ એક સ્થાયી જૈવિક સફળ ઉત્પાદન તથા પાણીની જરૂરિયાત ઓછી કરવા માટે એક મોટી આશા છે, કેમકે, આ એકત્રિત માટી રહિત કૃષિ પધ્ધતિની એક વ્યાપક પરિભાષા છે. આ એક પ્રભાવશાળી માટીના પ્રબંધન અને જરૂર મુજબ નિયંત્રણની જરૂરિયાત ને સમાપ્ત કરી શ્રમરહિત ઉત્પાદન પધ્ધતિ છે. જલીય ખેતી અથવા એક્વાકલ્ચર એ જલીય જીવો અને વનસ્પતિઓના ઉત્પાદન ની પ્રક્રિયા છે. અક્વાપોનીક્સ એ બંને (હાઇડ્રોપોનિક્સ અને જલીયકૃષિ ) નું સમાવિત સહ્જીવી સંયોજન છે, જેમાં વનસ્પતિને પોષણ ની ઉણપ માટે જલીય જંતુઓના ઉત્સર્જન અથવા અનુપયોગી પદાર્થોનું પરિવહન કરવામાં આવે છે, તદુપરાંત વનસ્પતિનાં મૂળમાં રહેલ લાભકારી બેક્ટેરિયા પાણીમાં ફેલાયેલ ઉનુપયોગી અથવા ઝેરી પદાર્થોનું નવીનીકરણ કરી પાણીને શુધ્દ્ધ કરે છે, અને આ શુધ્દ્ધ પાણીમાં માછલીઓ ને સ્થાનાંતરિત કરવામાં આવે છે. હાઇડ્રોપોનિક્સમાં વનસ્પતિને પોષણની ઉણપ જલીયકૃષિ થી અને જલીય કૃષિ માં શુધ્દ્ધ પાણીની ઉણપ હાઇડ્રોપોનિક્સ થી એક જલીય પરિવહન ચક્ર દ્વારા થાય છે, પરિણામ સ્વરૂપે આ જલીય કૃષિ અને માટી રહિત ખેતી અથવા હાઇડ્રોપોનિક્સ વચ્ચે એક ઉત્તમ સહયોગ છે.
એક્વાપોનિક્સ નાં પ્રકાર:
એક્વાપોનિક્સ માં વનસ્પતિ સવર્ધન અને મત્સ્ય પાલન માટે એક ચોક્કસ સંરચના હોય છે પરંતુ વનસ્પતિ માટે પોષણ યુક્ત પાણીની ઉણપના આધારે, ટીપે-ટીપે પાણીની ઉણપ, મુક્ત પ્રવાહ પાણીની ઉણપ, ઊંડા પાણીની ઉણપ અને પોષક પરત ટેકનીક વગેરે પ્રકારો હોય છે.
એક્વાપોનિક્સ જળ-ગુણવત્તા પ્રણાલી:
એક્વાપોનિક્સના સફળતા પૂર્વક સંચાલન હેતુ તેમાં જળ-ગુણવત્તા પ્રણાલી મુખ્ય છે, કેમકે તેમાં દેખરેખ કરવામાટે ત્રણ જીવિત અવયવ (વનસ્પતિ, માછલી, અને બેક્ટેરિયા) હોય છે. અને, તેમાં ઉછેર માટે જળ-ગુણવત્તામાં મુખ્યતઃ પાણીનું તાપમાન, પી. એચ., ક્ષાર નું પ્રમાણ, કઠોરતા, નાઈટ્રોજન વાયુ અને ઓક્સીજન મહત્વપૂર્ણ છે. એક્વાપોનિક્સમાં એમને જીવિત રાખવા માટે જળ-ગુણવત્તામાં સમન્વય એક મોટો પડકાર છે, કેમકે, આ ત્રણે અવયવો માટે જળ-ગુણવત્તાનાં અલગ-અલગ માપદંડો ની જરૂરિયાત હોય છે. માછલીઓના સતત ઉત્સર્જનથી એક્વાપોનોક્સમાં પાણીની પી. એચ. એસીડીક થઇ જાય છે, અને પી. એચ. નું વધારે બેસિક કે એસીડીક થવું એક્વાપોનિક્સ ઉત્પાદન પર વિપરીત પ્રભાવ પાડે છે, તેથી ઉચિત પી. એચ. (સમુંઆંક) સંયોજન કરવાની જરૂર રહે છે. એક્વાપોનિક્સમાં વનસ્પતિ, માછલી, અને બેક્ટેરિયાના જીવન નિર્વાહ માટે ૬.૮ થી ૭.૨ પી. એચ. ઉત્તમ હોય છે. પાણીની કઠોરતા પણ એક મહત્વપૂર્ણ જળ-ગુણવત્તા માપદંડ છે, કેમકે એ પી. એચ. ના સંયોજન ને પ્રભાવિત કરેછે. માછલીઓ પી. એચ. ના અચાનક બદલાવને પસંદ નથી કરતી, તે માટે તેનું સંયોજન ધીરે-ધીરે કરવું જોઈએ.
એક્વાપોનિક્સ માં વનસ્પતિ અને માછલી ની પસંદગી
એક નાનાં એક્વાપોનિક્સ માં એવી શાકભાજીનો ઉછેર કરી શકાય, જેને વધારે પોષકતત્વોની જરૂરિયાત રહેતી નથી. આ વનસ્પતિઓ માં મુખ્ય શાકભાજીઓ જેવીકે ફુલાવર, ફુદીનો, ભીંડા, લીલી, ડુંગળી, મૂળા, પાલખની ભાજી, ટામેટા, કાકડી, કઠોળ, અને, બ્રોકલી તથા થોડી શુર્શોભન ફૂલોની વનસ્પતિઓની પસંદગી કરી શકાય છે. એક્વાપોનિક્સ માં એવી વનસ્પતિઓનો ઉછેર કરવાનું ટાળવું જોઈએ જેને વધારે એસિડ અથવા બેઈઝ્ પાણીની જરૂરિયાત રહે છે, કેમકે એવું પાણી માછલીઓને નુકસાન પહોંચાડી શકે છે. આ પ્રકાર ની જલીય ખેતી માં ઉપયોગ થનારી માછલીઓ મુખ્યત્વેવિવિધ જળ પરિસ્થિતિઓને સહન કરી શકે તેવી, જેવીકે, તિલાપિયા, સીબાસ અને બારામુંડી. તેની સાથે સાથે થોડી સુર્શોભન (માછલીઘર) માછલીઓ જેવીકે ગોલ્ડફીશ, કોયી કાર્પ, અનર અન્ય જલીય જીવ જેમકે લોબસ્ટર અને ઝીંગા વગેરેનો ઉછેર પણ કરી શકાય છે. ઠંડા પ્રદેશો અથવા ઓછા તાપમાન વાળા પ્રદેશોના પાણીમાં મુખ્યત્વે ટ્રોટ માછલીનો ઉછેર કરવામાં આવે છે.
એક્વાપોનિક્સનું સંચાલન:
- એક્વાપોનિક્સ સંયત્ર બનાવવું એક સરળ પ્રક્રિયા છે જેની શરૂઆત એક નાનકડા તંત્ર થી કરી શકાય અને સફળતા મળ્યાં પછી મોટા સંયંત્ર ની શરૂઆત કરવી જોઈએ.
- એક્વાપોનિક્સ સંયત્ર માં પાણીનો પ્રવાહ અને સતત ઓક્સીજનની અછત મહત્વપૂર્ણ પાસાં છે. એટલામાટે જરૂરી ઉર્જાનો પ્રબંધ તથા એક અલગ ઉર્જા સ્ત્રોતનો નિર્ધાર હોવો જોઈએ.
- પાણીની ટાંકીઓ માં રાખેલી માછલીઓ ના ઉત્તમ ઉછેર માટે એમને પુરતો આહાર દેવાનું નક્કી કરો, માછલી ઉછેર માં અનિયમિત આહાર આ પ્રકારની ખેતી માં અવરોધક હોય છે.
- માછલીઓ માટે આહાર ની જરૂરિયાત ચોક્કસ રાખવી અને માછલીઓ દ્વારા ઉત્સર્જીત વ્યર્થ પદાર્થો ને નિયમિત રૂપે વનસ્પીઓના પોષણની જરૂરિયાત માટે ઉપયોગ કરવો જોઈએ.
- વનસ્પતિઓ અને માછલીઓ માટે એક ઉત્તમ વાતાવરણ નક્કી કરો. ફક્ત વનસ્પતિઓના મૂળને ઓક્સીજન યુક્ત રાખવાની જરૂર હોય છે, નહીતો માછલીઓ અને બેક્ટેરિયાઓ ને પણ ઓક્સીજન યુક્ત પાણીની જરૂરિયાત રહે છે, એટલે, જરૂરિયાત મુજબ ઓક્સીજન નું આયોજન કરવું જોઈએ.
- સારુ ઉત્પાદન મેળવવા માટે વનસ્પતિ અને માછલીઓની ગુણવત્તા-સભર અને સહિયારી વૃદ્ધી કરવાવળી પ્રજાતિઓની પસંદગી કરવી જોઈએ.
- એક્વાપોનિક્સમાં પાણીની ગુણવત્તા, મુખ્યત્વે પી. એચ. અને ઓક્સીજનના પ્રમાણ પર નજર રાખવી જોઈએ, કેમકે આ એક્વાપોનિક્સમાં માછલીઓ તથા વનસ્પતિઓના ઉછેર માટે જરૂરી છે.
એક્વાપોનિક્સ ને જરૂરિયાત મુજબ સાફ કરતા રહેવું જોઈએ, કેમકે માછલીઓના વધારે પડતા ઉત્સર્જીત પદાર્થો વનસ્પતિઓ તથા માછલીઓના સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.
એક્વાપોનીક્સના લાભ:
- એક્વાપોનિક્સ એ એકજ સમય માં માછલી અને વનસ્પતિઓના ઉછેરની પ્રણાલી છે.
- એક્વાપોનિક્સ માં વનસ્પતિઓના ઉછેર માટે ખાતરની જરૂરિયાત રહેતી નથી, કેમ કે, માછલીઓ દ્વારા ઉત્સર્જીત પદાર્થ છોડ માટે ભરપુર પોષક તત્વો પ્રદાન કરે છે.
- એક્વાપોનિક્સ માં પાક માટે પાણીનો ખુબજ ઓછો ઉપયોગ કરવામાં આવે છે. શોધખોળ થી ખબર પડે છે કે એક્વાપોનિક્સની તુલના માં ખેતર માં શાકભાજી ઉગાડવા માટે ૧૦ ગણ્યું વધારે પાણી ઉપયોગમાં લેવાય છે.
- અહી શાકભાજીનાં ઉછેર માં નિયમિત રૂપે જંતુનાશક દવાઓ અથવા અન્ય રસાયણો નો ઉપયોગ કરવામાં આવતો નથી, કેમકે, તે માછલીઓ ને નુકશાન પહોચાડે છે.
- એક્વાપોનિક્સ માં આરોગ્યવર્ધક અને જૈવિક શાકભાજી નો ઉછેર થાય છે.
- એક્વાપોનિક્સ માં માટી જાણિત રોગો ની સંભાવના નથી રહેતી, કેમકે, આ પ્રણાલી માં માટીનો ઉપયોગ થતો નથી.
- છોડ ના ઉછેર માટે બહુ ઓછી જગ્યા ની જરૂર પડે છે.
- છોડ નો વિકાસ સારો થાય છે, કેમકે, એમને જરૂરી પોષક તત્વો માછલીઓ દ્વારા ઉત્સર્જીત પદાર્થો માંથી મળી રહે છે.
- છોડ તથા માછલીઓનું ઉત્પાદન નિયંત્રિત વાતાવરણ માં કરી શકાય છે.
- એક્વાપોનિક્સ માં પાણીનો ઉપયોગ એક બંધ પ્રણાલી માં કરવામાં આવે છે, અને વધારે અસરકારક રીતે વહે છે જેમાં પાણીની જરૂરિયાત અને વિજળી નો વ્યય પણ ઓછો થાય છે.
- છોડ તથા માછલીઓ નું ઉત્પાદન (૨૦-૨૫% વધારે) અને બેવડું થાય છે.
- એક્વાપોનિક્સ માં બિન-ઉપજાઉ જમીન જેવીકે પથરાળી, ક્ષારયુક્ત, રેતીલી, બર્ફીલી જમીન નો પણ ઉપયોગ કરી શકાય છે.
- એક્વાપોનિક્સ માં છોડ તેમજ માછલીઓ બંને નો ઉપયોગ ખાદ્ય તેમજ આજીવિકામાં કરવામાં આવે છે.
એક્વાપોનિક્સના ગેરલાભ:
- માટી જાન્ય ઉત્પાદન ની તુલના માં એક્વાપોનીક્સ પ્રણાલી વિકસિત કરવા માટે પ્રારંભિક ખર્ચ વધારે હોય છે.
- એક્વાપોનિક્સના પ્રણાલી વિકસિત કરવા માટે માછલી, બેક્ટેરિયા અને છોડ ની જાણકારી હોવી જરૂરી છે.
- એક્વાપોનિક્સ પ્રણાલી માં અનુકુળ તાપમાન ૧૭ – ૩૪° ડીગ્રી સેન્ટીગ્રેડ હોય છે.
- એક્વાપોનિક્સ પ્રણાલી માં નાની ભૂલ અને દુર્ઘટનાઓ થી આખું તંત્ર નષ્ટ થઇ શકે છે.
- જો એકજ રૂપ માં (એટલે કે એક જગ્યા પર ફક્ત એક જ એક્વાપોનિક્સ) ઉપયોગ કરવામાં આવે તો એક્વાપોનિક્સ પૂર્ણ ખાદ્ય પૂરું નહિ પડી શકે જેથી તે લાભદાયક પણ નહિ નીવડે.
આ પણ વાંચો:ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના બીજા ઈ-ઓક્શનમાં 3.85 લાખ ટન ઘઉં 901 કરોડ રૂપિયામાં વેચાયા
ભૌતિક ડી સાવલિયા૧, વિકાસ કુમાર ઉજ્જૈનિયાં૧, નરેશ કાતીરા૧ અને પિનાક બામણીયા૨
૧ભા. કૃ. અનુ. પ. – કેન્દ્રીય મત્સ્ય શિક્ષા સંસ્થાન, મુંબઈ (મહારાષ્ટ્ર)
૨મત્સ્ય વિજ્ઞાન મહાવિધાલય, કામધેનું વિશ્વવિધાલય, વેરાવળ (ગુજરાત)
Share your comments