
મોદી કેબિનેટની મીટિંગ દરમિયાન થયેલા નિર્ણયો અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતોનાં ખાતરમાં સબસિડી મળતી રહેશે અને ખેડૂતોની કિંમતો પર સરકાર કોઈપણ પ્રકારની અસર થવા દેશે નહીં
યૂરિયા ખાતરને લઈને નિર્ણય
ખેડૂતોને રાહતદરે ખાતર મળતાં રહેશે અને યૂરિયાની કિંમતમાં એક પૈસાનો પણ વધારો નહીં થાય.
મોઘવારીની અસર ભારતીય ખેડૂતો નહી થાય નડતર રૂપ
મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિંમતની અસર દેશનાં ખેડૂતોને પડવા નહીં દે. રવિસત્ર માટે ન્યૂટ્રિએંટ બેસ્ટ સબસિડી પ્રદાન કરવામાં આવશે. વર્ષ 2021થી જ સબસિડીનાં દરને એ પ્રકારને નક્કી કરવામાં આવ્યાં છે જેથી ખેડૂતો પર ભાવ વધારાની અસર ન થાય. ખેડૂતોએ એક રૂપિયો પણ ન આપવો પડે. તેમણે આગળ કહ્યું કે યૂરિયા પર પણ એક રૂપિયાનો ભાવ નહીં વધે અને Mop 45 રૂપિયા પ્રતિ બોરી પર મળશે. યૂરિયા, DAP પહેલાની કિંમત પર જ મળતા રહેશે.
1 ઓક્ટોબર 2023થી 31 માર્ચ 2024 સુધીની રવિ સિઝન માટે સબસિડીના ભાવ
- નાઈટ્રોજન માટે રૂ. 47.2 પ્રતિ કિલો,
- ફોસ્ફરસ રૂ. 20.82 પ્રતિ કિલો,
- પોટાશ સબસિડી રૂ. 2.38 પ્રતિ કિલો હશે,
- સલ્ફર સબસિડી 1.89 રૂપિયા પ્રતિ કિલો હશે.
Share your comments