સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર 750 કરોડના નવા શેર જાહેર કરલૃવામા આવશે ઉપરાંત હાલમાં જે શેર ધારકો પાસે શર પડ્યા છે તે 850 કરોડના છે જે વેચવા કાઢેલ છે અને (OFS)માં સામેલ પણ થઈ ગયેલ છે
ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજી લિમિટેડ
ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજી લિમિટેડ પ્રારંભીક લોક પ્રસ્તાવ (IPO) લાવવાની તૈયારીમાં છે.IPO દ્વારા કંપની 1600 કરોડ રૂપિયા ભેગા કરી શકે તેવી હાલમાં તો આશા સેવાઈ રહી છે. IPO દ્વારા મૂડી ભંડોળ એકઠુ કરવા માટે સેબીમાં દસ્તાવેજી પુરાવા પણ જમા કરાવી દીધા છે. IPO હાલમાં એક વિશ્વાસનિય ગણાવી શકાય તેવુ છે IPO માં રોકાણ કરી તગડો નફો કમાવાની આ સોનેરી તક આવી રહી છે.
750 કરોડ રૂપિયાના નવા શેર
જાણકારી પ્રમાણે આઈપીઓમાં 750 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે અને સાથે હાલના શેરધારકો દ્વારા 850 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરોના વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે. OFS ના એક ભાગના રૂપમાં સૈફ પાર્ટનર્સ ઈન્ડિયા 4 એક્જિગોમાં 550 કરોડ રૂપિયાના શેર વેચી શકે છે અને માઇક્રોમૈક્સ ઈન્ફોર્મેટિક્સ 200 કરોડના શેર વેચવાની તૈયારી દર્શાવી રહ્યુ છે. આલોક વાજપેયી અને રજનીશ કુમાર 50-50 કરોડ રૂપિયાના શેર વેચશે. કંપનીમાં આ સમયે સૈફ પાર્ટનર્સની 23.97, માઇક્રોમેક્સની 7.61, આલોક વાજયેપીની 9.18 અને રજનીશ કુમારની 8.79 ટકા ભાગીદારી છે.
IPO શુ છે ?
IPO દ્વારા કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ થાય છે.
તેનો અર્થ છે કે કંપની પોતાના શેર રિટેલ રોકાણકારો માટે જાહેર કરે છે
સામાન્ય રોકાણકારો પણ આઈપીઓમાં દાવ લગાવી કંપનીમાં ભાગીદાર બની શકે છે. કંપની શેરબજારમાં લિસ્ટેડ થાય છે.
સામાન્ય રીતે શેર બજારમાં લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇઝના મુકાબલે વધુ હોય છે.
Share your comments