Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલો અને આંગળવાડી શરૂ કરવાનો નિર્ણય

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ શરૂ થશે. ગુરુવારથી કોરોનાની SOP પ્રમાણે આંગણવાડી અને બાળમંદિરની શાળાઓ શરૂ થશે.

Himanee Chauhan
Himanee Chauhan
Jitu Vaghani
Jitu Vaghani

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ શરૂ થશે. ગુરુવારથી કોરોનાની SOP પ્રમાણે આંગણવાડી અને બાળમંદિરની શાળાઓ શરૂ થશે.

નાના ભૂલકાંઓની કિકિયારીઓથી ગૂંજશે શાળાઓ

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, વાલીઓની સંમતિ સાથે રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલ શરૂ થશે.  રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થઈ જતા હવે શિક્ષણ પણ પાટા પર આવવા લાગ્યું છે. રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ 17મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. બે વર્ષમાં પહેલીવાર પ્રિ-સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંગણવાડી, પ્રિ-સ્કૂલમાં કે બાલ મંદિરમાં બાળકોને મોકલવા માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે. વાલીઓ બાળકોને શાળાએ પહોંચાડ્યા બાદ બહાર ટોળે વળીને ઊભા નહીં રહી શકે. સ્કૂલે આવતી વખતે દરેક વાલીએ અચૂકપણે માસ્ક પહેરીને આવવું પડશે. બાળકોને કોરોનાની ગાઈડલાઈનથી અવગત કરાવીને સ્કૂલમાં પણ તેનું પાલન કરે તેનુ ધ્યાન વાલીએ રાખવું પડશે. પ્રિ-સ્કૂલ ખોલવાની જાહેરાત કર્યા બાદ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ યુક્રેન કટોકટી મામલે કહ્યું કે, ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ પર રાજ્ય સરકારની નજર છે. તેમજ તે માટે સરકાર મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સંતાનને સ્કૂલ મોકલવા માટે વાલીએ હસ્તાક્ષર સાથે સંમતિપત્ર આપવું પડશે.

કોરોનાને કારણે બંધ કરાઈ હતી શાળાઓ

વર્ષ 2020માં સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી. પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચ, 2021માં ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી ઓગસ્ટમાં સ્કૂલો ખોલવામાં આવી હતી. પરંતુ ડિસેમ્બર 2021માં ત્રીજી લહેર શરૂ થતા જાન્યુઆરી 2022માં સ્કૂલો બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રવિ પાક ડુંગળીમાં પોષણ વ્યવસ્થાપન કરી સારું ઉત્પાદન પ્રાપ્ત કરવું

આ પણ વાંચો : નમો ટેબ્લેટ યોજના 2022 : કોને મળશે લાભ જુઓ સંપૂર્ણ વિગત

Share your comments

Subscribe Magazine

More on News

More