પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા 4 વર્ષથી એક્સટેન્શન પર હતા. જયેન મહેતાને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
થોડા મહિના પછી અમૂલને નવો MD મળશે. ગાંધીનગર મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ આ વાતને સમર્થન આપ્યું છે.
જીસીએમએમએફની બોર્ડ મીટીંગમાં નિર્ણય
અમૂલ બ્રાન્ડનું સંચાલન કરતી ખેડૂતોની સહકારી સંસ્થા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની બોર્ડ મીટિંગમાં સોઢીને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. GCMMF મુખ્યત્વે ગુજરાત, દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં દૂધનું વેચાણ કરે છે. આ સહકારી સંસ્થા દરરોજ 150 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે, જેમાંથી લગભગ 40 લાખ લિટર દૂધ દિલ્હી-એનસીઆરમાં વેચાય છે.
આરએસ સોઢી છેલ્લા 13 વર્ષથી હતા અમૂલના એમડી
2010 માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સુકાન પર નિયુક્ત થયા પછી, આરએસ સોઢી લગભગ 13 વર્ષ સુધી કંપનીના એમડી તરીકે નેતૃત્વ કરી રહ્યા હતા. સોઢીની પ્રથમવાર 2010માં અમૂલના ટોચના પદ પર નિમણૂક કરવામાં આવી હતી. 2017માં તેને વધુ 5 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. સોઢી પ્રથમ વખત 1982માં સિનિયર સેલ્સ ઓફિસર તરીકે અમૂલમાં જોડાયા હતા. 2000-2004 સુધી, તેમણે તેના જનરલ મેનેજર (માર્કેટિંગ) તરીકે કામ કર્યું અને જૂન 2010 માં, તેમને મેનેજિંગ ડિરેક્ટરના પદ પર બઢતી આપવામાં આવી.
જયેન મહેતા 31 વર્ષથી છે અમૂલ સાથે
જયેન મહેતા છેલ્લા 31 વર્ષથી અમૂલ સાથે જોડાયેલા છે. તેઓ હાલમાં તેના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે પોસ્ટેડ છે. આ પહેલા તેમણે માર્કેટિંગ ફંક્શનમાં બ્રાન્ડ મેનેજર, ગ્રુપ પ્રોડક્ટ મેનેજર અને કંપનીના જનરલ મેનેજર તરીકે પણ કામ કર્યું હતું.
Share your comments